દેવભૂમિ દ્વારકાના ભોગાત ગામના પરિવારની દીકરી ગુમ થયા બાદ પોલીસને જાણ કરાયા છતા 25 દિવસ સુધી કોઇ ખબર ના મળી અને આટલા દિવસ બાદ આ ગરીબ પરિવાર દીકરીની કુવામાથી લાશ મળી આવી : હત્યા કે આત્મ હત્યા પીએમ રિપોર્ટ આવ્યા બાદ સ્પષ્ટ થશે.


મૃતક રાણીબેનની તસ્વીર
જામનગર મોર્નિંગ તા 22, દ્વારકા : કહેવાય છે કે કાયદો બધા માટે સરખૉ હોઈ છે અને પોલીસ પ્રજાની મિત્ર હોઈ છે પણ દ્વારકા જીલ્લાના ભૉગાત ગામના વાડી વિસ્તારમા રહેતા એક ગરીબ પરિવારને પોલીસનો કડવો અનુભવ થયો એ પણ પોતાની કુળની દીકરી ગુમાવીને જી હા આ વાત સત્ય છે અને  કાયદાના રક્ષકો માટે આ કિસ્સો ચોક્કસ બોધપાઠ લેનાર સાબિત થશે.વાત કરવામા આવે તો ભોગાત ગામની સિમમા રહેતા અને ખેતીકામ કરી ગુજરાન ચલાવતા એવા રામભાઇ ગોપાલભાઇ ગઢવી જેઓની 22 વર્ષની દીકરી રાણીબેન ઓચીન્તી 25 દિવસ પહેલા ઘરે થી કહ્યા વિના ચાલી ગઈ પોતાની પરિવારની આ મોટી દીકરી ગુમ થતા દીકરીની શોધખોળ શરૂ કરી પણ દીકરીના મળતા તેમણે આ બાબતે કલ્યાણપુર પોલીસ મથકે જાણ કરી હતી એ આશાએ કે દીકરી તેમની  જલ્દી મળી જશે પણ અહી કાયદાના રક્ષકો દ્વારા આ ગરીબ પરિવારની દીકરી ગુમ થઈ હોઈ કોઇ ગમ્ભિરતા ના લેતા દિવસો વીતવા લાગ્યા આ પરિવાર પોલીસ મથકે ધક્કા ખાતો રહ્યો પણ દિવસો વીતવા લાગ્યા પણ કલ્યાણપૂર પોલીસ દ્વારા આ દિશામા ના તો ગમ્ભિરતા દાખવી ના કોઇ તપાસ યોગ્ય દિશામા કરી.


બે બહેન અને એક ભાઇની સાથે ઘરકામ અને પરિવારની જવાબદારી નિભાવતી રાણીબેન બધા ભાઇ બહેનમા મોટી હતી તેમની બંને નાની બહેન અંદાજે14- અને બીજી 16 વર્ષની બહેન અને પોતાના 18 વર્ષના ભાઇ સાથે ખેતીકામ સાથે એક દીકરાની જેમ પોતાના ઘરની જવાબદારી નિભાવતી હતી પોતાની માતા ની છાયા ગૂમાવનાર આ 22વર્ષિય રાણી નામની દીકરી સાચા અર્થમા પોતાના પિતા માટે વ્હાલનો દરિયો હતી પોતાની દીકરી ગુમ થયા બાદ 25 દિવસ વીત્યા છતા રાણીબેન ના મળતા નાના એવા ગરીબ પરિવારમા ચિંતાનુ મોજુ ફરી વળ્યું હતુ આખરે ક્યા ચાલી ગઈ પોતાની દીકરી આ ચિંતામા સમગ્ર પરિવાર સગા સંબંધીને ત્યા તપાસ પણ કરવા લાગ્યા પણ 25 દિવસ બાદ ભોગાત ભાટીયા હાઇવે પર ગોકલપર પાટિયા પાસે એક કુવામા લાશ મળતા સમગ્ર વિસ્તારમા ખબર પડી સ્થાનિક ખેડૂત પડતર કુવા પાસે આવતા તેમની કુવામા લાશ જોતા આ બાબતે પોલીસને જાણ કરી હતી પોલીસ ફાઇટર ટીમ ની મદદથી કુવામાથી લાશ કાઢવાની કામગિરિ શરૂ કરી લાશ કોહવાયેલી હાલતમા હોઈ અને ઓળખ કરવી મુશ્કેલ હતી ત્યાર બાદ કપડા પરથી આ લાશની ઓળખ કરવા ભોગાતના આ પરિવારને બોલાવામા આવ્યો પરિવારમા પિતા અને કુટુમ્બીજનો ચેહરાથી ઓળખી શકાય તેવી સ્થિતિમા નહોતા પરંતુ કપડા અને.અન્ય સામાનને લીધે આ લાશ ગુમ થયેલ 22 વર્ષિય યુવતી રાણીબેન રામભાઇ ભાચકન (ગઢવી)ની હોવાનુ ॥માલુમ પડતા લાશને પીએમ અર્થે જામનગરની જી જી હોસ્પિટલ ખાતે પરિવારજનોની હાજરીમા મોકલવામાં આવી.અને નાના એવા ગઢવી પરિવારમા દીકરીની લાશ જોઈ માતમ છવાયૉ.આ કોહવાયેલી લાશ પરથી અંદાજ લગાવી શકાય કે આ લાશ આશરે દસ દિવસથી વધુ આ પડતર કુવામાં પડેલી હશે .

હવે રાણીબેન ની લાશ મળી ચુકી છે પરિવારની શોધ આખરે દીકરીની લાશ સાથે પૂરી થઈ પરંતુ આ લાશ જાણે પોતાની પાછળ અનેક સવાલો છોડી ગઈ છે આ યુવતીની હત્યા કરવામા આવી કે આ યુવતી એ  આપઘાત કર્યો હશે ?આપઘાત કરે તો પણ  આ કુવામા માત્ર 4 ફૂટ જેટલુ પાણી હતુ તો આ યુવતી કેમ ડુબી હશે ? યુવતીના કપડા કુવામા લટકેલા જોવા મળ્યા શુ આ યુવતીની હત્યા બાદ લાશને કુવામાં ફેંકી દેવામાં આવી હશે ? પોતાના ગામથી નજીક કુવામાંથી લાશ મળવાથી ચોક્કસ છે કે રાત્રીના સમયે આ યુવતી સાથે ઘર પાછી વળતી વેળાએ કોઇ દુર્ઘટના ઘટી હોઈ કેમ કે લાશ 10 દિવસથી વધુ કોહવાયેલી હોઈ અને આ યુવતી ગુમ થયાને 25 દિવસ થયા હતા એટલે સાફ છે કે દીકરી નુ મૌંત ગુમ થયાને 10-15 દિવસ અંદર થયેલુ હોઈ એવુ અનુમાન સ્પસ્ટ બાંધી શકાય.આ યુવતીના કપડા અને ઓઢણીના આધારે અને છદરા પગમા હોઈ આ યુવતી રાણીબેન હતી એ સ્પષ્ટ થયૂ પણ આ આપઘાત છે કે હત્યા એ સ્પસ્ટ થવાનું બાકી છે કેમ કે લાશનો પી.એમ રિપોર્ટ આવ્યા બાદ મૌંતનુ સાચુ કારણ જાણવા મળશે પરંતુ સહુથી વધારે જો કોઇ ગમ્ભિર બેદરકારી રહી હોઈ તો તે પોલીસ વિભાગની છે પરિવારજનો દ્વારા જાણ કર્યા છતા પોલીસ દ્વારા કોઇ ગમ્ભિરતાથી આ  યુવતીની તપાસ હાથ ધરવામા ના આવી જેના લીધે દિવસો વીત્યા બાદ આખરે પરિવારને રાણીબેન ની મળી તો આખરે લાશ..