જામનગર મોર્નિંગ નવી દિલ્હી.
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી સીરિઝની ત્રીજી વનડે માઉન્ટ મોનગાનુઈમાં રમાઈ રહી હતી. ન્યૂઝીલેન્ડે ભારતને ૨૪૪ રનનો લક્ષ્યાંક આપ્યો હતો જેનો પીછો કરતા ભારત ફક્ત ૪૩ ઓવરમાં ત્રણ વિકેટના નુકશાન પર ૨૪૫ રન બનાવીને ત્રીજી મેચમાં વિજય મેળવી લેતા શ્રેણી પણ પોતાના નામે કરી દીધી છે. પાંચ મેચની આ શ્રેણીમાં ત્રણ મેચમાં વિજય મેળવતા ભારતનો શ્રેણી પર કબ્જો કરી લીધો છે.
ભારત તરફથી અંબાતી રાયુડૂ ૪૦ રને અને દિનેશ કાર્તિક ૩૮ રન બનાવીને અણનમ રહ્યા છે. રોહિત શર્મા અને વિરાટ કોહલીએ પણ મેચમાં પોતાની અડધી સદી નોંધાવી છે. ભારતે સીરિઝ પર ૩-૦થી સરાસરી મેળવી લીધી છે. ઉલ્લેખનીય છે કે, ઝીલેન્ડની ટીમ ૪૯ ઓવર્સમાં ૨૪૩ રન્સ બનાવીને ઓલ આઉટ થઈ ગઈ હતી. આ સાથે જ ન્યૂઝીલેન્ડે ભારતને વિજયી થવા માટે ૨૪૪નો ટાર્ગેટ આપ્યો હતો. ભારત તરફથી મોહમ્મદ શમીએ સૌથી વધારે ત્રણ વિકેટો ઝડપી હતી.
ન્યૂઝીલેન્ડમાં રમાઈ ગયેલી વનડે સીરિઝમાં ભરતનો રેકોર્ડ (ફક્ત બે જ મેચમં ભારતનો વિજય)
- ૧૯૭૫-૭૬ ન્યૂઝીલેન્ડનો વિજય ૨-૦
- ૧૯૮૦-૮૧ ન્યૂઝીલેન્ડનો વિજય ૨-૦
- ૧૯૯૩-૯૪ ડ્રો ૨-૨
- ૧૯૯૮-૯૯ ડ્રો ૨-૨
-૨૦૦૨-૦૩ ન્યૂઝીલેન્ડનો વિજય ૩-૧
- ૨૦૦૮-૦૯ ભારતનો વિજય ૩-૧
- ૨૦૧૩-૧૪ ન્યૂઝીલેન્ડનો વિજય ૪-૦
- ૨૦૧૮-૧૯: ભારતનો ૩-૦થી વિજય (બે મેચ બાકી)
0 Comments
Post a Comment