જામનગર મોર્નીગ - જામનગર.કાલાવડના કુંભનાથ પરા વિસ્તારમાં આવેલ વૃદાંવન ગૌશાળાની ગાડી કાલાવડના પ્રભુજી પીપળીયા ગામે નીરણ ભરવા જતી હોય ત્યારે ધોરાવડી નદીના પુલ પરથી ગાડીના ચાલકે કાબુ ગુમાવી દેતા નીચે ખાબકી હતી રાત્રીના 11 વાગ્યે બનેલા બનાવમાં વાહનના ચાલક ગોપાલભાઈ તથા તેની સાથેના મેહુલભાઈ ફળદુ વિગેરે બંનેનો ચમત્કારી બચાવ થયો હતો અને જાનહાની ટળી હતી. વાહનને નુકશાની પહોંચી હોવાનું જાણવા મળે છે.