જામનગર મોર્નિંગ. અમદાવાદ
ગુજરાતના કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ ગુજરાતના બે દિવસના પ્રવાસે આવ્યા છે, અને લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારોની યાદી તૈયાર કરવાની કવાયત હાથ ધરી છે.
લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસનાં ઉમેદવારોની પસંદગીને લઈને કોંગ્રેસે ઝડપી કવાયત હાથ ધરી છે. ઉમેદવારોની પેનલ બનાવવા માટે આજથી પ્રભારી રાજીવ સાતવ અમદાવાદની મુલાકાતે છે. રાજીવ સાતવ બે દિવસ દરમ્યાન વિવિધ બેઠકો યોજાશે, ત્યારબાદ ર૬ લોકસભાનાં ઉમેદવારોના નામની યાદીને આખરી ઓપ આપવામાં આવશે.
ગુજરાતમાં ર૬ લોકસભા સામે ૬પ જેટલા મુરતીયાઓની યાદી હાઈકમાન્ડને સોપવામાં આવશે. જેમાં જે તે લોકસભા વિસ્તારનાં ધારાસભ્ય, તાલુકા પ્રમુખ અને જિલ્લા પ્રમુખનાં અભિપ્રાય લેવામાં આવશે. ત્યાર પછી એક લોકસભામાં વધુમાં વધુ ૩ ઉમેદવારના નામ મુકવામાં આવશે. કોંગ્રેસ જે સીટો જીતી શકે છે તેવી સ્થિતિમાં છે ત્યાં પ થી પણ વધારે ટીકીટના દાવેદાર છે.
જો કે જ્યાં ભાજપી વોટ બેંકો છે તેવી સીટ પર કોંગ્રેસમાં સીંગલ નામ સામે આવી રહ્યા છે. એવામાં ૩૦મી તારીખે પ્રભારી ગુજરાતનાં મુરતીયાઓની યાદી બંધ કરવામાં રાષ્ટ્રીય નેતૃત્વને સોપાશે અને ત્યારપછી ચૂંટણીની જાહેરાત પછી કોંગ્રેસ પોતાના ઉમેદવારની યાદી જાહેર કરશે. જો કે કોંગ્રેસમાં અનેક જુના જોગીઓ અનેક ધારાસભ્યોએ ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ સુધરતા ટિકિટના હોડ પકડી છે.