જામનગર મોર્નિંગ - દ્વારકા 
દ્વારકામાં રહેતા પરપ્રાંતીય પ્રૌઢએ ચાલી ન શકતા કંટાળી ગળેફાંસો ખાઈ જીવનલીલા સંકેલી લેતા આ બનાવની સ્થાનિક પોલીસે કાર્યવાહી આરંભી હતી. 
મળતી વિગત મુજબ મૂળ કોલકાત્તાના વતની અને હાલમાં દ્વારકાના ગોમતીઘાટ પાસે રઘુનાથજીના મંદિરમાં રહેતા બાપીદાસ બેચુદાસ મારાજ (ઉ.વ.૬૦) નામના વૃદ્ધને થોડા દિવસ પહેલા કોઈ ઢોરે હડફેટે લેતા બાપીદાસને પગમાં ઈજા થઈ હતી જેના કારણે તેઓ ચાલી શકતા ન હતા તે દરમ્યાન ચારેક દિવસથી બીમાર પડી ગયેલા આ વૃદ્ધે પોતાની જિંદગીથી કંટાળી જઈ ગઈકાલે રઘુનાથજી મંદિર પાસે આવેલા એક ઓરડામાં ગળાફાંસો ખાઈ લીધો હતો જેની જાણ થતા સંજયભાઈ દોલતરાય વાયડાએ પોલીસને વાકેફ કરી હતી. જમાદાર ડી.જે. ઓડેદરાએ મૃતદેહને પી.એમ. માટે ખસેડી તપાસ શરૂ કરી છે.