જામનગર મોર્નિંગ - દ્વારકા 
ખંભાળીયા તાલુકાના નાના-માંઢા ગામે સીમમાંથી જામગરી બંદુક સાથે શખ્સને પોલીસે ઝડપી લઇ આર્મ્સ એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.  
મળતી વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના વાડીનારમાં ગઈકાલે સ્થાનિક પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા કરવામાં આવી રહેલા પેટ્રોલિંગ દરમ્યાન નાના માંઢા ગામની સીમમાંથી પસાર થતા એક શખ્સ પાસે હથિયાર હોવાની બાતમી મળતા પીએસઆઈ એચ.ડી. હિંગરોજા તથા સ્ટાફે નાના માંઢામાં વોચ ગોઠવી હતી. આ વેળાએ ત્યાં મોરા સીમથી ઓળખાતી જગ્યામાંથી પસાર થયેલા ઈકબાલ ગુલમામદ ખીરા નામના શખ્સને રોકી પોલીસે તેની તલાશી લેતા તેના કબજામાંથી દેશી બનાવટની  જામગરી બંદૂક મળી આવી હતી તે શખ્સ પાસે તે હથિયાર અંગેનો પરવાનો ન હોય પોલીસે બંદૂક કબજે કરી તેની સામે આર્મ્સ એક્ટની કલમ હેઠળ ગુન્હો નોંધ્યો છે.