બોડકી ટુ જોઈન એમ.ડી.આર. રોડ તસ્વીર















ટેન્ડર ડાઉનમાં ભર્યું હોય જેથી એજન્સી કામ નથી કરતી તેઓ તંત્રનો લુલો બચાવ.

તીરછી નજર - ભરત હુણ


જામનગર મોર્નિંગ - દ્વારકા : દેવભુમિ દ્વારકા જીલ્લામાં વર્ષ 2016-17માં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત 19 કામો મંજુર થયા હતા. 
જેમાં વિગતે વાત કરીયે તો 1.સુતારીયા - ચાંદવડ રોડ રૂપિયા 130 લાખ,  2.કોલવા - જુના તથીયા રોડ રૂપિયા 120 લાખ,  3.દુધાળા - મોરાણા રોડ રૂપિયા 130 લાખ,  4.સાજડયારી - રાણા રોજીવાડા રોડ રૂપિયા 115 લાખ,  5. હાથલા - રોઝડા રોડ રૂપિયા 160 લાખ,  6. કોલવા - ભંડારીયા રોડ રૂપિયા 210 લાખ,  7. આહેર સિંહણ - સુમરા તરઘડી રોડ રૂપિયા 100 લાખ,  8.બોડકી ટુ જોઈન એમડીઆર રોડ રૂપિયા 150 લાખ, 9. ટીમ્બડી ટુ જોઈન એચ. એચ રોડ રૂપિયા 75 લાખ,  10. ગઢકા - સિદ્ધપુર રોડ રૂપિયા 200 લાખ,  11. ચપ્પર - રાજપરા રોડ રૂપિયા 150 લાખ,  12. ગઢકા - સીદસરા રોડ રૂપિયા 180 લાખ,  13. ખીરસરા - સણખલા રોડ રૂપિયા 150 લાખ,  14. ગોરાણા - શીંગડા રોડ રૂપિયા 100 લાખ,  15. નગડીયા - આશિયાવદર રોડ રૂપિયા 140 લાખ,  16. વાંચ્છુ - ગોરીજા રોડ રૂપિયા 145 લાખ,  17. માલેતા રામ કુંડ(સતાપર)રોડ રૂપિયા 115 લાખ, 18. ગાંધવી - ગાંધવીબંદર રોડ રૂપિયા 120 લાખ અને 19. અણીયારી - ટુપણી રોડ રૂપિયા 145 લાખ આમ મળીને કુલ 19 કામોના કુલ રૂપિયા 2635 લાખના કામો બે વર્ષથી વધારે સમયથી મંજુર થઈ ગયા હોવા છતાં બાકી છેં.

જીલ્લાના નાગરિકોની સુવિધા માટે વર્ષ 2016-17 માં જ ઉપર મુજબના કામની વહીવટી મંજુરી સરકાર દ્વારા આપી દેવામાં આવી પણ કામ કરનાર એજન્સી અને પંચાયત માર્ગ મકાન વિભાગના સંકલનના અભાવ કે અણઆવડત હોય પણ આ કામ સમય મર્યાદા પુર્ણ થયા બાદ પણ એક વર્ષથી વધારે સમય થઈ ગયો છતાં ઉપર મુજબના કામો હજુ સ્થળ પર થયા નથી.

જયારે આ અંગે વધુ ઊંડાણ પુર્વક જાણવાની કોશિષ કરતા મળતી માહિતી મુજબ આ કામ હિંમતનગરની એશિયન એજન્સીને મળેલ એજન્સીએ કામ મેળવવા માટે ટેન્ડરમાં નીચા ભાવ ભર્યા હોય જે ભાવ બાદમાં એજન્સીને પરવડે તેમ ના હોય એટલે એજન્સી કામ કરતી નથી. તેમજ બીજા પાસાઓ જોઈએ તો એવી પણ માહિતી સામે આવી છેં કે એશિયન એજન્સી પાસેથી કોઈ સ્થાનિક પાર્ટીએ આ કામ રાખ્યું હોય જે બાદમાં અમુક કારણસર થઈ શક્યું નહી.
ઉપર મુજબના જે પણ કારણ હોય પણ 6-7 મહિનાની મુદત વાળા કામો 2 વર્ષે પણ થઈ શક્યા નથી છતાં એજન્સી સામે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી અને ઉલ્ટાનું બીજા કામ રાખવા માટે આ જ એજન્સીને દ્વારકા જીલ્લા પંચાયતના અધિકારીઓ આમંત્રણ આપી રહ્યા છેં.

જયારે આ બાબતે જીલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર એસ. કે. પટેલનો સંપર્ક સાધતા તેઓએ જણાવ્યું કે એશિયન એજન્સીને મળેલ કામો સમય મર્યાદામાં પુર્ણ ના થતાં અમે તે કરાર રદ કરીને રિટેન્ડર માટે રાજ્ય સરકારમાં દરખાસ્ત કરેલ છેં.

કામના નામ/ રકમ સહીતનું લિસ્ટ 

કચેરીની તસ્વીર