કુલ મળી રૃા. 26710 ની માલમત્તા કબ્જે કરતી પોલીસ
જામનગર જિલ્લામાં જુદી જુદી જગ્યાએ જુગાર અંગેના દરોડામાં 19 શખ્સને પોલીસે ઝડપી લઇ કુલ મળી રૃા. 26 હજાર ઉપરાંતની માલમત્તા કબ્જે લઇ જુગાર ધારા હેઠળ આગળની કાર્યવાહી આરંભી હતી.
મળતી વિગત મુજબ જામજોધપુરના નવાપર-સતાપર ગામે જાહેરમાં ગંજીપત્તાના પાના વડે રોનપોલીસ નામનો તીનપત્તીનો જુગાર રમી રહેલા 
રૂડાભાઇ વેજાભાઇ ઉલવા, મુકેશભાઇ ચનાભાઇ રાઠોડ, દીનેશભાઇ કુરજીભાઇ ડોડવાડીયા, અશોકભાઇ હાજાભાઇ ડોડીયા, મહેશભાઇ માધાભાઇ રાઠોડ, હરેશભાઇ રણમલભાઇ શીહોરા નામના છ શખ્સની સ્થાનિક પોલીસે ધરપકડ કરી સ્થળ પરથી રૃા. 13820 ની રોકડ રકમ કબ્જે લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જ્યારે વનાણા ગામે સુરેશભાઇ મેઘજીભાઇના ઘરની બાજુમાં જાહેરમાં જુગાર રમતાં સવદાશભાઇ જેસાભાઇ કરંગીયા, રમેશભાઇ સોમભાઇ કરંગીયા,માલદેભાઇ પબાભાઇ બેરા, અશ્વીનભાઇ પ્રભાશંકરભાઇ રાજ્યગુરૂ, સુરેશભાઇ મેધજીભાઇ માંડલીયા, વજશીભાઇ પોલાઅભાઇ ગાજણોતર, અમરશીભાઇ દેવશીભાઇ પાનખાણીયા નામના સાત શખ્સની રૃા. 6050 ની રોકડ રકમ સાથે શેઠવડાળા પોલીસે ધરપકડ કરી હતી.
તેમજ જામજોધપુરના ચણના ઓટા પાસેથી જાહેરમાં ગંજીપત્તાના પાના વડે રોનપોલીસ નામનો તીનપત્તીનો જુગાર રમી રહેલા ભરતગીરી પ્રભાતગીરી ગોસ્વામી, જીતુભાઇ દેવશીભાઇ સોલંકી, અમૃતલાલ બાવનજીભાઇ શાપરીયા નામના ત્રણ શખ્સની જામજોધપુર પોલીસે રૃા. 4090 ની રોકડ સાથે ધરપકડ કરી હતી.
ઉપરાંત જામનગરના મોખાણા ગામના પાટીયા પાસે યુનો પેટ્રોલ પંપની બાજુમાં જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમી રહેલા ગંગારામ ટોપણદાસ થાવરાણી, રીયાઝ હારુનભાઇ આમરોણીયા અને જીતેન્દ્ર ભગવતગીરી ગોસ્વામી નામના ત્રણ શખ્સની રૃા. 2840 ની રોકડ રકમ અને સાહિત્ય સાથે પંચ બી પોલીસે ધરપકડ કરી હતી.