આપણા જાબાંઝ જવાનોએ આજરોજ પાકિસ્તાનના આતંકવાદીઓના અડ્ડાઓનો કચ્ચધાણ કરી નાખ્યો છે : સમગ્ર દેશ આજે સેના સાથે ઉભો છે :ગુજરાત દરિયાયકાંઠો આજે હાઇએલર્ટ ઉપર છે : આંતકવાદીઓને નેસ્તોનાબુદ કરવા માટે સરકાર પ્રતિબધ્ધ છે : સૌરાષ્ટ્ર-કચ્છની પ્રજાને દુષ્કાળની બાબત સદાયે ભુત્કળની બની રહે તે માટે સૌની યોજનામાં મકકમતા સાથે આગળ વધી રહી છે : ગુજરાતના ખેડૂતોને રૂ. 2600 કરોડ પાકવિમો મંજુર - માર્ચના અંતસુધીમાં ખેડૂતોના ખાતામાં પાકવિમાની રકમ પહોંચી જાય તે માટે : રાજય સરકાર સતત કાર્યશીલ : રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે કાલાવડ ખાતે નિર્માણાધિન થનાર અધ્યતન માર્કેટીંગ યાર્ડનું ભૂમિ પૂજન સંપન્ન : રૂ. 164 લાખના ખર્ચે કાલાવડ (પૂર્વ) અને કાલાવડ (પશ્ચિમ)ની નવનિર્મિત પી.જી.વી.સી.એલ.ની પેટા વિભાગીય કચેરીનું થયેલું લોકાર્પણ 

જે કોઇ ખેડૂતોનું દીલ ઠારે છે તેનું દીલ પ્રભુ સદાય ઠારતા હોય છે જે કામ અમારી સંવેદનશીલ સરકાર કરે છે : મંત્રીશ્રી આર.સી.ફળદુ

ખેડૂતોના પ્રશ્ને રાજય સરકાર કયારેય રાજનિતિ કરેલ નથી અને કરવાની પણ નથી : મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયા

જામનગર મોર્નિંગ - જામનગર 
દેશના આપણા જાબાંઝ વાયુસેનાના જવાનોએ આજરોજ વહેલી સવારે પાકિસ્તાનની સરહદમાં ધુસીને પાકિસ્તાન પ્રેરિત આંતકવાદીઓના અડ્ડાઓ ઉપર હુમલો કરીને નેસ્તોનાબુદ કરી દીધા છે. આ પરાક્રમ માટે સમગ્ર દેશને સેના ઉપર ગૌરવ છે અને આજે આખો દેશ સેના પાસે અડિખમ ઉભો છે. પાકિસ્તાનને દરેક ક્ષેત્રે પાડી દેવા માટે સમગ્ર દેશ આજે એકસંપ બની ગયેલ છે અને આ બનાવને ધ્યાનમાં રાખી ગુજરાતના દરિયાકાંઠો રેડ હાઇએલર્ટ પર છે તેમ મુખ્યમંત્રીશ્રીએ આજરોજ કાલાવડ ખાતે એ.પી.એમ.સી. ભૂમિ પૂજન સમારોહમાં જણાવ્યું હતું.  

કાલાવડ ખાતે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ઉપસ્થિત વિશાળ સંખ્યામાં ખેડૂતોને આનંદના સમાચાર આપતા જણાવ્યું હતું કે, ગુજરાતના ખેડૂતો માટે વિમા કંપનીએ રૂપિયા 2600 કરોડની પાકવિમા રકમ મંજુર કરેલ છે અને આ પાક વિમા રકમ ખેડૂતોના ખાતામાં માર્ચ મહિનાના અંત સુધીમાં તેમના ખાતામાં જમા થઇ જાય તે માટે રાજય સરકાર સક્રિયતા સાથે પગલાભરી રહી છે.

કાલાવડ સ્થીત ભૂમિપૂજન તથા લોકાર્પણના સમારોહમાં મુખ્યમંત્રીશ્રીએ પ્રેરક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, અમારી સરકાર ખેડૂતોની સરકાર છે. અમારી સરકાર ગામડાની સરકાર છે. અગાઉ 1995-96 સુધીમાં કૃષિ ઉત્પાદન માત્ર 13,948 કરોડ રૂપિયાનું હતું જ્યારે આજે તેમાં 12 ગણો વધારો કરીને આ ઉત્પાદન 1,68,432 કરોડ રૂપિયાનું થયેલ છે જેનો મતલબ ખૂબજ સ્પષ્ટ છે સરકારની પ્રોત્સાહક નિતિ ગુજરાતના ખેડૂતોનો પરિશ્રમ આજે ભારતની માર્કેટ સર કરીને બેઠો છે.

કાલાવડ ખાતે મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, મગફળીના ઉત્પાદનમાં 39.36 લાખ ટન સાથે ગુજરાત નંબર-1 ઉપર છે. એવી જ રીતે કપાસના ઉત્પાદનમાં 101 લાખ ગાસડીઓમાં ગુજરાત નંબર-1 છે. તેવીજ રીતે દૂધના ઉત્પાદનમાં 135 લાખ કરીને પણ ગુજરાત રાજય નંબર-1 ઉપર છે. આમ રાજય સરકાર ખરા અર્થેમાં ગામડાઓની અને ખેડૂતોને વરેલી છે.

કાલાવડ ખાતેના સમારોહમાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રાજય સરકારે છેલ્લા ત્રણ વર્ષમાં 8500 કરોડની મગફળીની ખરીદી કરી છે અને ચાલુ વર્ષે પણ 2200 કરોડથી વધુ રકમની મગફળી ખરીદી કરી આ સરકાર ખરા અર્થમાં ખેડૂતોના હિતને વરેલી છે તેવું ખેડૂતો પણ હવે મહેસુસ કરી રહ્યાં છે.

મુખ્યમંત્રીશ્રીએ કાલાવડ ખાતેના સમારોહમાં જણાવ્યું હતું કે, અગાઉની કોંગ્રેસ સરકાર વર્ષો સુધી ખેડૂતોને ગુમરાહ કરતી હતી જેનાથી ખેડૂતો અને ખેતીની દુરદશા થઇ પણ હવે કેન્દ્ર સરકાર અને રાજય સરકાર સૌનો સાથ સૌનો વિકાસ એ મંત્ર સાથે આગળ વધી રહી છે અને સર્વોનો સર્વાંગિ વિકાસ થાય તે માટે સંવેદનશીલ બની નક્કરતા સાથે આગળ વધી રહી છે.

સૌરષ્ટ્ર-કચ્છની પ્રજાને દુષ્કાળની બાબત સદાયે ભુત્કળની બની રહે તે માટે સૌની યોજના મકકમતા સાથે આગળ વધી રહી છે અને સૌરાષ્ટ્રના 115 ડેમો નર્મદાના નિરથી ભરી દેવામાં આવશે અને ગુજરાતની જળસંગ્રહ શક્તિ વધારવા માટે રાજય સરકારે સુજલામ સુફલામ જળસંચય અભિયાન મહાયગ્ન સ્વરૂપે ઉપાડેલ છે તેમ મુખ્યમંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું.

રાજયના મુખયમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ આજરોજ જામનગર જિલ્લાના કાલાવડ ખાતે લોકાર્પણ અને ભૂમિપૂજન વિધિનો ઉદ્ધાટન સમારોહમાં ડિઝીટલ તક્તિથી અનાવરણ કરેલ હતું અને જેમાં મુખ્યમંત્રીશ્રીએ કાલાવડ ખાતે  નિર્માણાધિન થનાર અધ્યતન માર્કેટીંગ યાર્ડનું ભૂમિ પૂજન, રૂ. 69.91 કરોડના ખર્ચે તૈયાર થનાર અધ્યતન ઔદ્યોગિક વસાહતનું લોકાર્પણ, રૂ. 164 લાખના ખર્ચે (પૂર્વ) અને કાલાવડ (પશ્ચિમ)ની નવનિર્મિત પી.જી.વી.સી.એલ.ની પેટા વિભાગીય કચેરીનું થયેલું લોકાર્પણનો સમાવેશ થાય છે.

        ભારત માતાની જયના જયનાદ સાથે કૃષિ મંત્રીશ્રી આર.સી.ફળદુએ તેમના પ્રાસંગિક પ્રવચનનો પ્રારંભ કરતા જણાવ્યું કે,  નાવા નાના નગરોમાં પણ ઇન્ફ્રાસ્ટ્રકચરની સુવિધાઓ ઉભી કરીને ધંધા અને રોજગારનો વ્યાપ વધારવા માટે રાજ્ય સરકાર મક્કમતાથી આગળ વધી રહી છે. ખેડૂતોના બાવળામાં બળ પૂરૂ પાડવનું કામ રાજય સરકાર કરી રહી છે તેમજ જે કોઇ ખેડૂતોનું દીલ ઠારે છે તેનું દીલ પ્રભુ સદાય ઠારતા હોય છે જે કામ અમારી સંવેદનશીલ સરકાર કરે છે. અમારી સરકાર હરહંમેશ ખેડૂતોની સાથે રહી છે. તેમજ સુજલામ સુફલામ જળસંચય યોજનાથકી રાજયમાં જળસંગ્રહ શક્તિ વધારવાનું ભગીરથ કાર્ય રાજય સરકારે ઉપાડેલ છે જેમાં લોકોનો પણ ખૂબ જ ઉમળકાભેર પ્રતિસાદ મળી રહ્યો છે. વિમો ખેડૂતોને જલ્દી અને મહતમ મળે તે માટે રાજય સરકાર કટીબધ્ધ છે.

        અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયાએ આ તકે જણાવ્યું હતું કે, દરેક તાલુકા મથકે અધ્યતન માર્કેટીંગ યાર્ડ બને તે માટે રાજય સરકાર હંમેશને કાર્યશીલ છે. ખેડૂતોના હિત અને ખેડૂતોને લગતા પ્રશ્નો  માટે રાજય સરકાર હંમેશને માટે અગ્રેસર રહી છે. રાજયના ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે રાજય સરકાર દ્વારા અનેકવિધ યોજનાઓ અમલમાં મુકેલ છે અને ખેડૂતોને ટેકાના ભાવ મળી રહે તે માટે રાજય સરકાર કતિબધ્ધ છે તે અનવ્યે ખેડૂતો પાસેથી અત્યાસ સુધીમાં રૂ. 2200 કરોડથી વધુની મગફળીની ખરીદી કરેલ છે. આ તકે તેમણે વધુમાં જણાવ્યું હતું કે ખેડૂતોના પ્રશ્ને રાજય સરકાર કયારેય રાજનિતિ કરેલ નથી અને કરવાની પણ નથી.    

જામનગરના સાંસદશ્રી પૂનમબેન માડમે પ્રાસંગિક ઉદબોધનમાં જિલ્લામાં થઇ રહેલા અનેકવિધ વિકાસકામોની વિસ્તૃત જાણકારી પુરી પાડી અને રાજય સરકાર દ્વારા જિલ્લામાં જેટ ઝડપે વિકાસકામો કરવામાં આવે છે તે માટે અભિનંદન પાઠવ્યા હતા. આ તકે તેમણે કેન્દ્ર અને રાજ્ય સરકારની અનેકવિધ કલ્યાણકારી યોજનાની જાણકારી પુરી પાડેલ હતી.

        આ તકે બીન અનામત આયોગના ચેરમેનશ્રી હંસરાજભાઇ ગજેરા, જી.આઇ.ડી.સી.ના ચેરમેનશ્રી બળવંતસિંહ રાજપુતએ પ્રાસંગિક ઉદબોધન કરેલ હતું.

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીના હસ્તે મ્યુનિશીપલ સફાઇ કર્મચારીઓને કાયમી હુકમો અર્પણ કરેલ હતા તેમજ ઉજ્જવલા યોજનાનું કીટ વિતરણ, સુજલામ સુફલામ યોજનાના ચેક વિતરણ અને ક્ન્યા કેળવણી ચેક અર્પણ કરવામાં આવેલ હતા  તેમજ એ.પી.એમ.સી. કાલાવડ વેપારી એસોશિએશન દ્વારા સૈનિક ક્લ્યાણ ફંડ માટે રૂ. એક લાખનો ચેક મુખ્યમંત્રીશ્રીને અર્પણ કરેલ હતો. આ તકે જિલ્લાની વિવિધ સંસ્થાઓ, સમાજો, મંડળો અને અગ્રણી ખેડૂતો દ્વારા મુખ્યમંત્રીશ્રીનું ખૂબ જ અદકેરૂ અભિવાદન સ્વાગત કરેલ હતું.

     
સમારોહમાં પૂર્વ સાંસદશ્રી ચંદ્રેશભાઇ પટેલ,  ધારાસભ્યો સર્વ શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, પ્રવિણભાઇ મુછડીયા, પૂર્વ મંત્રીશ્રી ચિમનભાઇ શાપરિયા, એ.પી.એમ.સી. કાલાવડના ચેરમેનશ્રી યુવરાજસિંહ જાડેજા, ગુજરાત ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડના અધ્યક્ષશ્રી મુળુભાઇ બેરા, જી.આઇ.ડી.સીના મેનેજીંગ ડીરેકટર શ્રીમતી ડી.થારા, પી.જી.વી.સી.એલ.ના મેનેજીંગ ડીરેકટરશ્રી બી.કે.પંડયા, એમ.એમ.ટી.સી.ના ડાયરેકટરશ્રી રાજેન્દ્રસિંહ, કલેકટરશ્રી રવિશંકર, જિલ્લા  વિકાસ અધિકારીશ્રી પ્રશશ્તિ પારિક તેમજ જિલ્લાના પદાધિકારીઓ, અધિકારીઓ તથા વિશાળ સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યાં હતા. કાર્યક્રમની શરૂઆતમાં વિવિધ શાળાના બાળકો દ્વારા રંગારંગ કૃતિઓ રજુ કરી હતી. સ્વાગત પ્રવચન મનોજ જાનીએ અને આભારવિધી પી.જી.વી.સી.એલ.ના અધિક્ષક ઇજનેરશ્રી પરમારએ કરેલ હતી.