વકીલની ડાયરી - એઝાદ માજોઠી
       જયાબેન હવે  ખેતી કામ ની મહેનત ઓછી કર હમણા થોડા સમય માં તારે ત્યાં ભગવાન ની કૃપા થવાની છે. જયાબેન જયારે ગર્ભવતી  હતા ત્યારે નાથાભાઈ એ પોતાની બહેન જયાબેન ને મીઠો ઠપકો આપેલ. જયાબેન અને તેના પતિ નાનજીભાઈ ખેત મજુર ,જયાબેન ના  મામા ના દીકરા ભાઈ નાથાભાઈ ની ખેતી માં  જયાબેન અને નાનજીભાઈ બંને દંપતી પોતાનો પસીનો વહાવતા ખેત ની સારસંભાળ રાખે એટલે કોઈપણ તેના ખેતરે આવે એટલે જવા નું નામ ના લે, 
                આ વાત ત્રણ દાયકા પહેલા ની છે  મોરબી તાલુકા નું  એક નાનું કોયલી ગામ જેમાં ખેત મજુરી કરતા નાનજીભાઈ ડાંગર અને તેમની પત્ની જયાબેન ડાંગર.  તારીખ ૨૧/૦૪/૧૯૯૦ ના રોજ બંને દંપતી પર ભગવાન ની કૃપા થઇ જયાબેન ને ત્યાં દીકરા નો જન્મ થયો, બંને દંપતી ની આંખ માં હર્ષ ના આશુ હતા . આ જયાબેન ને ત્યાં પ્રથમ પુત્ર નો જન્મ થયેલ જેનું નામ રાખવામાં આવેલ “ ભરત ” . કોને ખબર હતી કે આ ભરત મોટો થઇ ને પણ ગામ નું અને પોતાના પરિવાર નું વિચારશે . કોને ખબર હતી કે આ ભરત કેટલા ના દિલો માં રાજ કરશે.
                નાનજીભાઈ અને જયાબેન બંને ખેત મજુરી કરે ત્યારે આ ભરત ખેત ના શેઢા પર દોડે અને કપાસ ના છોડવા ઠેકવામાં તેને મજા આવતી. ભરત દિવસે દિવસે મોટો થતો ગયો અને પિતા નાનજીભાઈ ને ખેતી માં મજુરી કામ માં મદદ કરતો ઘર ની હાલત જોઈ તે પણ વહેલીતકે કમાવા લાગી જવા માંગતો હતો. મામા નાથાભાઈ ભરત કહે બેટા ભરત ખેતી મા શું  દોડવામાં મજા લેસ. દોડવું હોય તો સરકારી ભરતી માં દોડાય , ત્યાં ખબર પડે કે આપણા કરતા પર વધારે દોડવાવાળા છે.  આ વાત ભરત ના મન માં ઘર કરી ગઈ . સાલ ૨૦૧૦ માં એસ.આર.પી. ની ભરતી આવેલ તેમાં ભરત ડાંગર દોડવામાં અને કુદવામા પ્રથમ આવેલ અને એસ.આર.પી. માં ભરતી થયેલ. ૨૦ વર્ષ ની ઉમરે નોકરી પ્રાપ્ત કરી પિતા ને ઘર ચલાવવા માં મદદરૂપ થવા લાગેલ. અને નાના ભાઈ અને બહેનો ને અભ્યાસ તેમજ જીવન જરૂરિયાત ની ચીજવસ્તુ માં મદદરૂપ થવા લાગેલ.
                સાલ ૨૦૧૧ માં પોલીસ ની ભરતી આવેલ તેમાં પણ ભરત ડાંગર દોડવામાં પ્રથમ આવી. પોલીસ વિભાગ માં ભરતી થયેલ. ટુક સમય માં જ પોલીસ વિભાગ માં રહીને કાયદા અંગે નું ઊંડું જ્ઞાન પ્રાપ્ત કરી લીધેલ. કોયલી ગામ માં જયારેપણ કોઈ ને મદદરૂપ થવાનું હોય તો ભરત પ્રથમ રહેતો. પિતા નાનજીભાઈ અને માતા જયાબેન માટે અને કોયલી ગામ માટે આ ભરત અંધારી રાત ને અજવાળા માં ફેરવી દે તેવો પ્રકાશ હતો.   

થોડા સમય પહેલા ની આ વાત છે જયારે ભરત નાનજીભાઈ ડાંગર જામનગર સીટી બી પોલીસ
સ્ટેશન માં ફરજ પર હતા. ત્યાં રાત્રી ના પેટ્રોલિંગ માં હતા , નજીક માં રોજ રાત્રે ત્યાં રહેતા લુખ્ખા બદમાસ પોતાની મોટરસાઈકલ થી સ્ટંટ કરે અને રાત્રી નીકળતી છોકરીઓ ની છેડતી કરે,  આ બાબતે ની ફરિયાદો રોજ સાંભળવા મળતી , લુખ્ખાઓને પોલીટીકલ હાથ  એટલે કોઈ કાયદાકીય કાર્યવાહી કરે તો તેમની નોકરી માં અડચણ ઉભી થાય ,  આ વખતે કાઈક અલગ થવાનું હતું. રાત્રી ના ભરત ડાંગર પેટ્રોલિંગ માં હતા ત્યારે આ તમામ રોમિયો , લુખ્ખાઓ ને પકડી તેની બાઈક ડીટેઈન કરેલ અને કડક કાયદાકીય કાર્યવાહી કરેલ. બીજે દિવસે મોટા નેતા ઉચ્ચ અધિકારી ની ઓફીસ માં જઈ પહોચ્યા  “ કહેવા લાગ્યા કે કોણ છે પોલીસ અધિકારી જેને માસુમ છોકરાવ પર અત્યાર ગુજરેલ છે.” કડક કાર્યવાહી કરો તેની પર , ઉચ્ચ અધિકારી  કહેલ કે હું કાર્યવાહી કરીશ. કોઈ ઉપર અત્યાચાર નહી. થવા દવ “ તેમ વાત કરી નેતા બધા પોતાના નિવાસ સ્થાને પાછા ફરેલા. ઉચ્ચ અધિકારી એ બહાર બેઠેલ જમાદાર ને સુચના આપેલ કે “ આ ભરત ડાંગર ને બોલાવો અને તેની પર ઇન્ક્વાયરી બેસાડો. ત્યાં થોડી વાર માં નજીક ના વિસ્તાર ની ૩૦ થી ૩૫ સ્ત્રીઓ ઉચ્ચ અધિકારી ની ઓફીસે ધસી આવેલ અને વાસણો વગાડતા કહેલ કે “” સાહેબ આ જે લુખ્ખા રોમિયો ને જે પોલીસ કર્મચારી એ સબક શિખવાડેલ છે ,તેને અમારા બધા વતી આભાર વ્યક્ત કરજો ”” તેમ કહી બધી સ્ત્રીઓ જતી રહેલ. 
                                        ઓફીસ માં ઉચ્ચ અધિકારી સાહેબ બેઠા બેઠા વિચારતા હતા કે નેતા સાચા કે નેતા ને વોટ આપનારી જનતા મારે શું કરવું જોઈએ , નેતા ના કહેવાથી ભરત ડાંગર પર ઇન્ક્વાયરી બેસાડું કે વોટ આપનારી જનતા ના કહેવાથી “ આભાર વ્યક્ત કરું “ . તેટલા મા ભરત  ડાંગર સાહેબ ની ઓફીસ માં આવેલ અને કહેલ કે જય  હિન્દ સાહેબ  “ મને બોલાવેલ “  સાહેબ કહેલ “વોટ આપનાર જનતા વતી આભાર “.
( સત્યઘટના : હાલ ભરત નાનજીભાઈ ડાંગર  જામનગર સીટી એ ડીવી પો સ્ટેશન માં પ્રમોશન મેળવીને હેડ કોન્સ્ટેબલ તરીકે ની ફરજ બજાવે છે.)