વડત્રાના બે યુવાનના મોતથી પરિવાર અને ગ્રામજનોમાં શોકનું મોજું ફરી વળ્યું :  એકને ગંભીર હાલતમાં સારવારમાં ખસેડાયો : પોલીસે ઘટના સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી 
જામનગર મોર્નિંગ - જામનગર  
જામનગરના ફલ્લા પાસે બોલેરો કેમ્પર ગોથું ખાઈ જતા તેમાં સવાર બે ના ગંભીર ઇજાના કારણે મોત નિપજતા અરેરાટી પ્રસરી અને એકને ગંભીર હાલતમાં જામનગર સારવારમાં ખસેડાયો છે. આ બનાવ અંગે સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરી છે.


મળતી વિગત મુજબ જામનગર- રાજકોટ હાઇવે પર ફલ્લા પાસેથી પુરપાટ ઝડપે દોડતી જીજે 10 ટીવી 4272 નંબરની બોલેરો કેમ્પર સ્પીડ બ્રેકર આવતા ચાલકે કાબુ ગુમાવી દેતા બોલેરો કેમ્પર ત્રણ જેટલા ગોથા ખાઈ ભાંગીને ભૂકો થઇ ગઈ હતી જેમાં સવાર ત્રણ પૈકી ભાયાભાઇ માલદેભાઈ (ઉ.વ.30) તથા જેસાભાઇ નગાભાઇ રામ (ઉ.વ.26) નામના  બંને યુવાનનાના ગંભીર રીતે ઇજા થતા મોત નિપજ્યા છે. જયારે અન્ય એક જયેશભાઇ માલદેભાઇ (ઉ.વ.22) નામના યુવાનને જામનગરની જી.જી. હોસ્પિટલમાં ગંભીર હાલતમાં સારવાર અર્થે ખસેડાયો છે.મૃતક ખંભાળીયા તાલુકાના વડત્રા ગામના રહેવાસી હોય મૃતકના પરિવાર અને ગ્રામજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે અને આ દુઃખદ ઘટના થી કરૂણ આક્રંદ છવાઈ ગયો છે.  આ બનાવની જાણ થતા પોલીસે સ્થળ પર દોડી જઈ કાર્યવાહી હાથ ધરી હતી.અકસ્માતના બનાવના સ્થળે વાહનોની લાંબી કતાર લાગી ગઈ હતી તેમજ લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા.