જામનગર મોર્નિંગ - જામનગર 
જામજોધપુર તાલુકાના ગોપ ગામની ગોલાઈ પાસે એક બાઈક સ્લીપ થઇ જતાં તેના ચાલક લાલપુર તાલુકાના સણોસરા ગામના વિપ્ર પ્રૌઢનું ગંભીર ઇજા થવાથી સ્થળ પરજ કરૂણ મૃત્યુ નીપજ્યું છે. જામજોધપુર પોલીસે આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરીછે
મળતી  વિગત મુજબ લાલપુર તાલુકાના સણોસરા ગામમાં રહેતા ભીખાભાઈ લખમણભાઇ જોષી નામના 52 વર્ષના રાજગોર બ્રાહ્મણ પ્રૌઢ ગઈ કાલે જામજોધપુર તાલુકાના ગોપ અને ધનુડા ગામ વચ્ચેની ગોલાઈ પાસેથી પોતાના બાઈક ઉપર બેસીને પસાર થઈ રહ્યા હતા જે દરમ્યાન ગોલાઈમાં બાઈક સ્લીપ થઈ જતા ગંભીર ઇજા થવાના કારણે તેઓનું સ્થળ પરજ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું આ બનાવ અંગે મૃતકના પુત્ર ભરત ભીખાભાઈ જોષીએ પોલીસને જાણ કરતા જામજોધપુર પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળીને પોષ્ટમોર્ટમ કરાવ્યું છે અને બનાવની વધુ તાપસ હાથ ધરી છે.