કુલ રૃા. 39 હજાર ઉપરાંતની રોકડ રકમ કબ્જે લેતી પોલીસ
કાલાવડ તાલુકાના મકરાણી સણોસરા ગામે જાહેરમાં જુગાર રમતાં સાત શખ્સને કાલાવડ ગ્રામ્ય પોલીસે ઝડપી લઇ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગત મુજબ કાલાવડ તાલુકાના મકરાણી સણોસરા ગામે જાહેરમાં જુગાર રમતાં હસમુખ જીવરાજ પાનસુરીયા, જીતેન્દ્ર મુળજી, ધર્મેશ ભીમજી રાખોલીયા, અમીન જુમા સોરા, પંકજ મનસુખ કાછડીયા, રાજેન્દ્ર રામજીભાઇ અકબરી અને ઇકબાલભાઇ સુમારભાઇ ઘોઘા નામના સાત શખ્સને પોલીસે દરોડા દરમ્યાન રોકડા રૃા. 39270 સાથે ઝડપી લઇ જુગારધારા હેઠળ કાર્યવાહી આરંભી હતી.