જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગરમાં પંચેશ્વર ટાવર નજીક ગૌરીશંકર મહાદેવના મંદિર પાસે કુવામાં ખાબકેલા યુવાનને ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે દોડી જઈ રેસ્ક્યુ કરી અને જીવીત અવસ્થામાં બહાર કાઢી લીધો હતો.
મળતી વિગત મુજબ જામનગરના પંચેશ્વર ટાવર વિસ્તારમાં ગૌરીશંકર મહાદેવના મંદિર પાસે કુવો આવેલ હોય જે કુવા પાસે ઉભેલો પરેશ વિનુભાઈ જાની નામનો 40 વર્ષનો યુવાન પૈસા પડ્યા છે જે જોવા માટે ગઈકાલે બપોરે કુવામાં ડોક્યુ કરવા જતા અકસ્માતે કુવામાં ખાબક્યો હતો જેથી આસપાસના લોકો ત્યાં દોડી ગયા હતા. આ બનાવ અંગે ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે દોડી જઈ દોરડા અને સીડી કુવામાં ઉતારી યુવાનને જીવંત હાલતમાં બહાર કાઢી લીધો હતો આ બનાવ પછી યુવાનને તેના ઘરે પહોંચાડી દેવામાં આવ્યો હતો.