જામનગર મોર્નિંગ - જામનગર 

કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના જવાનો ઉપર થયેલા હુમલાના આતંકવાદીઓના જઘન્ય કૃત્યને વખોડી કાઢી જામનગર શહેરના વોર્ડ નં. ૧ માં જોડીયા-ભુંગા વિસ્તારના સુન્ની મુસ્લીમ સમાજ દ્વારા કલેક્ટર મારફત રાષ્ટ્રપતિને આવેદનપત્ર પાઠવી આતંકવાદીઓ સામે લશ્કરી કાર્યવાહી કરવા માંગણી કરી હતી.