સાધના કોલોની વિસ્તારમાં ટ્યૂશનમાં જતી વખતે બનેલો બનાવ 
જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગરમાં એક્ટીવા ચલાવી ટ્યુશને જતા વિધાર્થીને રસ્તામાં પોલીસની ઓળખ આપી ડરાવી-ધમકાવી ઉતારી દઈ બાદમાં એક્ટીવા લઇ નાસી ગયાનો બનાવ બન્યો હોવાનું સુત્રોમાંથી જાણવા મળે છે.
મળતી વિગત મુજબ જામનગરમાં સાધના કોલોનીમાં અલ્હાબાદ બેંક પાસે રહેતો એક બ્રાહ્મણ વિધાર્થી ગુરુવારે સાંજના 7 વાગ્યાના સુમારે પોતાનું એક્ટીવા ચલાવી ટ્યુશન ક્લાસે જતો હોય દરમિયાન રસ્તામાં એક શખ્સને તેને પોતે "પોલીસ" હોવાનું જણાવી રોકેલ બાદમાં કાગળીયા માંગી "તારી ઉપર બાઈક ચલાવવાની નથી"  તને જેલની સજા થઇ શકે છે તેમ જણાવી વિધાર્થીને નીચે ઉતારી બાદમાં એક્ટીવા લઇ પોબારો ભણી ગયો હતો. આ અંગે વિધાર્થીએ પોતાના પરિવારને જાણ કરી હતી ત્યારે આ સમગ્ર મામલે ચર્ચા જગાવી છે અને એક્ટીવા લઇ છુમંતર થઇ જનાર શખ્સ કોણ છે ? તે અંગે હજુ કોઈ ભાળ મળી નથી.