જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગર પંચ એ ડિવિઝનના પીએસઆઇ ને હાપામાંથી અંગ્રેજી દારૂનો જંગી જથ્થો મળી આવ્યા ના સંદર્ભમાં જિલ્લા પોલીસ વડાએ કડક પગલાં લઇ સસ્પેન્ડ કર્યા હોવાનું જાણવા મળે છે. 
મળતી વિગત મુજબ તાજેતરમાં હાપા ઔધોગિક વિસ્તારમાં આર.આર.સેલ.એ દરોડો પાડી અંગ્રેજી દારૂની 1176 પેટી અને વાહનો સહિત અડધો કરોડ ઉપરાંતનો મુદામાલ ઝડપી લીધો હતો. પોલીસના સ્વાંગમાં આર્મી જેવા રંગરોગાન કરીને આવેલા વાહનોમાં શખ્સોને દબોચી લેવામાં આવ્યા હતા અને તેઓને રિમાન્ડ પર લેવામાં આવી આગળની તપાસ એલસીબીને સોંપવામાં આવી હતી. તેમજ ઝડપાયેલા શખ્સોને જેલ હવાલે કરવામાં આવેલ. આ માતબાર ઝડપાયેલા અંગ્રેજી દારૂના જથ્થાના પ્રકરણમાં આખરે પંચ એ ડિવિઝનના પીએસઆઇ એન.બી. ડાભીને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.