જામનગર મોર્નિંગ - જામનગર 
ભારત સરકાર દ્વારા જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના દિવ્યાંગોને કૃત્રીમ અંગો, સાધનો પુરા પાડવા મોજણી (પ્રાથમિક ચકાસણી) કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ ધ્રોલ, જોડિયા, જામજોધપુર, લાલપુર, કાલાવડ, જામનગર, ખંભાળીયા ભાણવડ, દ્વારકા અને કલ્યાણપુર ખાતે યોજવામાં આવેલ. કેમ્પમાં હાલારના સાંસદ પૂનમબેન માડમે ઉપસ્થિત રહી દિવ્યાંગોને કૃત્રીમ અંગો, ટ્રાઇસિકલ, કાખઘોડો તથા અન્ય સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેનો બહોળી સંખ્યામાં દિવ્યાંગોએ લાભ લીધો હતો.