જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગરમાં મહિલા કોલેજ નજીકથી મોડીરાત્રે જાહેરમાં ગંજીપાના વડે હારજીતનો જુગાર રમી રહેલા 12 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે અને તેઓ પાસેથી રૂ. દોઢલાખની માલમતા કબ્જે કરી છે. 
મળતી વિગત મુજબ જામનગરમાં મહિલા કોલેજની દિવાલ પાસે મોડીરાત્રે સ્ટ્રીટલાઈટના અજવાળામાં જાહેરમાં ગંજીપાના વડે હારજીતનો જુગાર રમી રહેલા શેરબહાદુર પ્રતાપ બહાદુર, ગૌરવ જયવીરસિંહ યાદવ, જુપ બહાદુર, હિમ બહાદુર ખત્રી, ગોપાલીભાઈ શ્યામલાલ કુશવાહા, આરીફ જુસબ કક્કલ, રમેશ દિનબંધુ રાજપુત, સુકલલાલ ગોપીલાલ નેપાળી, શાનુદુલુભાઈ દતા, રત્નબહાદુર, રામ બહાદુર થાપા, સાગર ત્રિલોકભાઈ રાણા અને દાલસિંહ તુલારામ કુશવાહાની પોલીસે ધરપકડ કરી લઇ તેઓ પાસેથી રોકડ રકમ મોબાઈલ ફોન અને બાઈક સહિત રૂ. દોઢ લાખની માલમતા કબ્જે કરી છે. 
આ કાર્યવાહી પી.આઈ. જી.પી.પરમાર, પી.એસ.આઈ. વાય.એ.દરવડીયા, પો.હે.કો. ચન્દ્રવિજયસિંહ ઝાલા, રાજદીપસિંહ ઝાલા, અમિતભાઈ નિમાવત તથા પો.કો. જયપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, લખનસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ ચુડાસમા અને સુરેશભાઈ પરમાર વિગેરે દ્વારા કરવામાં આવી હતી.