જામનગર મોર્નિંગ - મોરબી 
(અમારા પ્રતિનિધિ ઈરફાન પલેજા દ્વારા)
ગઈકાલે વિશ્વ મહિલા દિવસ નિમિતે મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપની મહિલા વિંગ દ્વારા મહિલા શક્તિ વિષય પર સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા હતા જે સ્પર્ધામાં મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને નારી શક્તિનો પરિચય આપ્યો હતો
મોરબીના ટાઉન હોલ ખાતે આયોજિત મહિલા શક્તિ વિષય પરના કાર્યક્રમમાં ડીસ્ટ્રીકટ જજ રીઝવાનાબેન ઘોઘારી, ડીવાયએસપી બન્નો જોશી, પીએસઆઈ અર્ચના રાવલ, વી એ ગોંડલીયા, એ વી ગોંડલીયા, અને એલ બી બગડા સહિતના મહિલા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા “મહિલા શક્તિ” વિષય પર સાંસ્કૃતિક કાર્યક્રમ નૃત્ય, નાટક જેવા કાર્યક્રમો રજુ કરવામાં આવ્યા હતા. આં કાર્યક્રમમાં દલાઈરામા, તલવાર રાસ અને દેશભક્તિ-નારી શક્તિ પર મહિલાઓએ પોતાની આગવી શૈલીમાં કૃતિ રજુ કરીને સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ તકે રાજપૂત સમાજની દીકરીઓએ તલવાર રાસ રજુ કરીને નારી શક્તિનો પરિચય આપ્યો હતો મહિલા શક્તિ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી હતી