હોળીના પર્વ પર હાનીકારક રંગો વહેંચતા ધંધાર્થીઓ પર ચેકિંગ હાથ ધર્યું : "નામ પુરતી" કામગીરી હોવાની ચર્ચા  
જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગર શહેરમાં જામ્યુકોના આરોગ્ય અને એસ્ટેટ વિભાગ દ્વારા જુદા-જુદા વિસ્તારમાં  હોળી ધુળેટીના પર્વ પર વહેંચાણ થતા અલગ-અલગ પ્રકારના કલરો અને  પિચકારીઓ સહિતની સામગ્રીનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. લોકોના આરોગ્યને કેમિકલ વાળા કલરથી હાની પહોંચે તેવા કલરો અને કલર વાળી પિચકારીઓ પર તંત્ર દ્વારા આ પ્રકારના વહેંચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. હોળીના ધુળેટીના તહેવાર પર લોકોના આરોગ્યને હાની પોહ્ચાડતા કલરો અને કલરવાળી પિચકારીઓ પર વિગેરે સામગ્રી જો કોઈ ધંધાર્થી દ્વારા વહેંચાણ કરવામાં આવશે તો નિયમ મુજબ આ ધંધાર્થીઓ સામે દંડનાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જો કે, ઉતાસણી પર્વના આગલા દિવસે  તંત્ર સફાળુ જાગ્યું હોય તેમ "નામ પુરતી અને દેખાડવા પુરતી" કામગીરી કરતું હોવાનો દોડ થઇ રહ્યું હોય તેવું બુધ્ધિજીવી લોકો દ્વારા જણાવાય રહ્યું છે.