જામનગર મોર્નિંગ - જામનગર 
હોળીનો તહેવાર શિયાળો અને ઉનાળાની ઋતુની વચ્ચે આવે છે આ સમય દરમ્યાન વાતાવરણમાં ખુબ જ વાઈરસની સંખ્યામાં વધારો થાય છે. જેથી કરીને આ સમયમાં બીમારીનું પ્રમાણ ખુબ જ વધુ જોવા મળે છે. જયારે આપણો પર્વ હોળીને આપણે ગાયના છાણાં, ગાયનું શુધ્ધ ઘી, કપુર, હવન સામગ્રી, નવઔષધીઓનો ઉપયોગ કરવાથી વાતાવરણમાં વાઈરસને નિયત્રંણ કરી શકીએ છીએ.
લાકડાના હોળીમાં પ્રદુષણ ખુબ જ થાય છે. જયારે ગાયના છાણાની હોળી કરવાથી ખુબ જ પ્રમાણમાં ઓક્સિજન ઉત્પન્ન થા છે, સાત્વીક વાતાવરણ ઉત્પન્ન થાય છે, આ પ્રકારની હોળી કરવાથી પ્રદુષણ થતું અટકશે, વાતાવરણ સ્વચ્છ બનશે, બીમારીઓ ઘટશે તો આ પ્રકારની હોળી ઉજવવા શ્રી હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી જીતુભાઈ લાલ દ્વારા ખાસ અપીલ કરવામાં આવે છે.