આગામી ચૂંટણીને લઈને સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે કવાયત 
જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગર જિલ્લામાં આગામી લોકસભાની ચૂંટણીને લઈને સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવાઈ રહી છે. ચૂંટણી દરમ્યાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે ખુદ જિલ્લા પોલીસ વડા દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે અને સમગ્ર પોલીસ તંત્રને સજ્જ કરવામાં આવી રહ્યું છે.
ચૂંટણી સજ્જડ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાના ભાગરૂપે અને લોકો ખુબ જ નિર્ભય પણ મતદાન કરી શકે તે માટે ખુદ જિલ્લા પોલીસ વડા શરદ સિંઘલ દ્વારા બુલેટપ્રુફ જેકેટ તેમજ પોલીસના હથિયાર સહિતના ડ્રેસ સાથે જામનગરના તળાવની પાળ સહિતના મુખ્ય વિસ્તારમાં માર્ચ પાસ્ટ કરી હતી જેમની સાથે સંપૂર્ણ પોલીસ ડ્રેસ અને બુલેટપ્રુફ જેકેટ તથા હથિયારો સાથે અન્ય પોલીસ કાફલો પણ માર્ચ પાસ્ટમાં જોડાયો હતો વહેલી સવારે મોર્નિંગવૉકમાં નીકળેલા લોકોએ આ કવાયત નિહાળી હતી.