જામનગર મોર્નિંગ - મોરબી 
માળીયામિંયાણા પોલીસે ચારેક દિવસ પહેલા દારૂ બિયર સાથે બે શખ્સોને પકડી પોલીસ સ્ટેશન લઈ જતા તુરંત રાજકારણીઓના ફોન રણકવા લાગ્યા હતા અને યેન કેન પ્રકારે ફરીયાદ ન નોંધવા ભલામણો ચાલુ થઈ હતી જોકે આ અંગેની મીડિયાના કાન સુધી વાત પહોંચી જતા ફરીયાદ દાખલ કરવા મજબૂર થવુ પડ્યુ હતુ આમ ૨૦૧૭ની ચૂંટણી પહેલા વિજય રૂપાણીની ભાજપ સરકારે જે દારૂબંધીના કાયદાની કલમમાં કડક નિયમો કરી સજાની જોગવાઈ વધારી દીધી છે તે માત્ર નામ પૂરતી છે તે વાત તો જગ જાહેર છે ત્યારે નશાબંધીનો ગુજરાતનો કાયદો માત્ર આમ લોકો માટે જ છે ભાજપના આગેવાનો કે પછી તેમના ઓળખીતા કે સગાવહાલા માટે નથી અને જો કદાચ પોલીસ ભૂલથી ભાજપના સગા વહાલાને દારૂના ગુનામાં પકડે તો તેના હાલ હવાલ કેવા થાય તેનો તાજો દાખલો મોરબી પોલીસમાં જોવા મળ્યો છે વાત જાણે એમ છે કે ચાર-પાંચ દિવસ પૂર્વે દારૂ અને બિયર સાથે દિનેશ દુર્લભજીભાઈ સદાતિયા અને રમેશ બાબુભાઈ વડાવીયા નામના બે શખ્સો માળીયા પોલીસની હદમાં પકડાયા હતા અને આ ઘટના અંગે સમાચાર માધ્યમો દ્વારા કદાચ બધા જ જાણે છે પરંતુ આ ઘટના માળીયા પોલીસ સ્ટેશને કેમ નોંધાઇ અને આ ઘટના નોંધાયા પછી કોનો ભોગ લેવાયો તે કદાચ બધા નહીં જાણતા હોય બંને ખાખરાળા ગામના શખ્સો પીપળીયા ચારરસ્તાથી દારૂ-બિયરના જથ્થા સાથે ઝડપાયા બાદ રાજકોટના સાંસદ મોહનભાઈ સહિત નાના-મોટા ભાજપના આગેવાનોના ફોન મોરબી પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઉપર ધણ ધણવા લાગ્યા હતા અને ચૂંટણી માથે છે ત્યારે ભાજપ વાળા જરા વધારે દબાણ કરે તે બધા જ જાણે છે તે નાતે બન્ને ભાજપના ટેકેદારો દારૂના ગુનામાં પકડાયેલા પટેલ શખ્સોને દારૂના જથ્થા સાથે માળીયા પોલીસે જવા દીધા હતા જો કે આ ઘટનાની એનકેન પ્રકારે સમાચાર માધ્યમોને જાણ થઈ જતા વાત વાયુ વેગે પ્રસરી ગઈ હતી અને બંને શખ્સો સામે ૧૨નંગ બીયરને બે વિદેશી દારૂની બોટલ કિંમત રૂપિયા ૧૬૦૦ તેમજ સેન્ટ્રો કાર સહીત ગુન્હો  નોંધવા માટે પોલીસને ફરજ પડી હતી રાજકોટના સાંસદ મોહનભાઇ સહીત ભાજપના મોટા આગેવાનોએ એસપી સહિતના અધિકારીઓને ફોન કરી બધું બારોબાર પતાવી દેવાની ભલામણ કરી હતી પરંતુ સમગ્ર ઘટનાની વાત લીક થઈ જતા ના છૂટકે પોલીસને ગુનો નોંધવો પડ્યો હતો જેના કારણે ભાજપ આગેવાનો નારાજ થયા હોવાની ચર્ચા થઇ રહી છે હવે ભાજપ આગેવાનો નારાજ થાય તે પણ મોરબી પોલીસને કેવી રીતે પોસાય ? તેના માટે આના કારણે મહિપતસિંહ સોલંકી નામના માળીયાના ડીસ્ટાફના પોલીસ કોન્સ્ટેબલની આ ઘટનાને લઇને ભાજપના આગેવાનોને ખુશ કરવા હેડક્વાર્ટરમાં બદલી કરી નાંખી હોવાની ચર્ચા થઈ છે વધુમાં મહિપતસિંહએ સમગ્ર વાત મીડિયામાં લીક કરી હોવાની શંકાના આધારે તેમની આચારસંહિતા લાગુ પડી તેના માત્ર એક-બે કલાક પહેલા બદલી કરી નાખવામાં આવી હતી જોકે  આવી કોઈ નોંધો આ બદલી માટે કરવામાં નહીં આવી હોય તે પણ વાસ્તવિકતા છે અહી મુદ્દાની વાત તો એ છે કે શું રાજકીય આગેવાનો અને તેમના સગાંવહાલા માટે કાયદાની કલમોમાં અલગ જોગવાઈ છે ? અને બીજી મહત્ત્વની વાત ભાજપના આગેવાનોને રાજી રાખવા જે બદલી થઇ છે તેનાથી મોરબી જિલ્લા પોલીસની મોરલ નું શું ? ભવિષ્યમાં કોન્સ્ટેબલ કક્ષાની વ્યક્તિ વગ વાળી વ્યક્તિ સામે પગલાં ભરતા હજાર વાર વિચારશે કેમકે ઠીકરું ફૂટે તો છેલ્લે તેના માથે જ ફૂટે આવી બદલીઓથી રાજકીય આકાઓ તો રાજી થઈ જશે પરંતુ પોલીસનું મોરલ તૂટી રહ્યું છે તે પણ વાસ્તવિકતા છે જે આજે ફરી એક પોલીસ કોન્સ્ટેબલની નેક કામગીરીને મેલા રાજકારણીઓની રાજનીતિનુ ભોગ બનવુ પડ્યુ છે અને તુરંત બદલી કરાવી નાખતા ચકચાર મચી ગયો છે ત્યારે મોરબી પોલીસ માત્ર રાજકીય નેતાના ઈશારે ચાલતા હોય તેવુ અહી સ્પષ્ટ સાબિત થઈ રહ્યુ છે.