સોશ્યલ મીડિયાના ઓનલાઇન વોટીંગમાં પૂનમબેન તરફી માહોલ 
જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગર લોકસભાની બેઠક પરથી ભાજપે ઉમેદવાર તરીકે પૂનમબેન માડમને જયારે કોંગ્રેસે ઉમેદવાર તરીકે મુળુભાઈ કંડોરીયાને ટિકિટની ફાળવણી કરી બંને ઉમેદવારને જાહેર કરી દીધા છે. ત્યારે એક સર્વે મુજબ સોશ્યલ મીડિયમના માધ્યમથી લોકસભાના ઉમેદવાર પૂનમબેન માડમને 65% જયારે મુળુભાઈ કંડોરીયાને 35% જેટલા વોટ ફાળે જવાની શક્યતાઓ છે અને બંને માંથી પુનમબેન માડમ ફરી એક વખત સાંસદ તરીકે ચૂંટાય આવે તેવી લગભગ જીત નક્કી હોવાનું સર્વે દ્વારા જાણવા મળી રહ્યું છે. 
હાલ તો જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર ઠેર-ઠેર જાહેર સભાઓ યોજી મતદાતાઓને પોતાની તરફ આકર્ષવા ભાષણથી અનેક વિકાસના કામોની લોકો સુધી માહિતી પહોંચાડાઇ રહી છે. જયારે કેટલાક વિસ્તારમાં ભાજપના ઉમેદવારને પ્રચંડ જનસમર્થન સાંપડી રહ્યું છે. જો કે, આ લોકસભાની સીટ પર ભાજપના ઉમેદવારને વધુ પડતું સમર્થન અને દરેક સમાજના મોટાભાગના લોકો તથા વિવિધ સંસ્થાઓ દ્વારા ટેકો પણ આપવાનું જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે ભાજપતરફી માહોલ વધુ હોય ફરી એક વખત આ સીટ પર પૂનમબેન માડમ જંગી લીડથી જીતશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે જો કે, કોંગ્રેસના ઉમેદવાર મુળુભાઈ કંડોરીયા પણ એક સક્ષમ ઉમેદવાર તરીકે પ્રચાર પ્રવાસ કરી જનમેદની સમર્થન સાંપડી રહ્યા છે. આ સર્વે જોતા પૂનમબેન માડમની જીત થાય તો નવાઈ નહીં.