તસ્વીર - રામ મોઢવાડીયા,પોરબંદર

મોર્નિંગ - પોરબંદર
હાલ લગ્નની સીઝન ચાલી રહી છે ત્યારે લોકો ઉત્સાહમાં આવીને ફટાકડા ફોડતા હોય છે. ત્યારે ગઈકાલે પોરબંદર જીલ્લાના ભોમીયાવદર ગામે ચામુંડા માતાજીના મંદિરે લગ્નની જાન આવી હતી. જાનૈયા ફટાકડા ફોડી રહ્યા હતા ત્યારે ફટાકડાનું તણખું ઉડીને બાજુમાં આવેલ ઝૂપડપટ્ટી સુધી પહોચ્યું હતું ફટાકડાના તણખાના કારણે જોત-જોતામાં બાજુમાં આવેલ ચાર જેટલી ઝુંપડીઓમાં આગ લાગી હતી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું ને તમામ ચારેય ઝુપડા બળીને ખાખ થઈ ગયા હતા. આગની લપેટમાં કોઈ માણસની જાનહાની થયેલ નથી.