મોર્નિંગ - પોરબંદર તા.૨૭/૦૪/૨૦૧૯
હાલ સમગ્ર ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે લોકો ઠંડા પાણીનો સહારો લેતા હોય છે અને ગરમીથી રાહત મેળવતા હોય છે પરંતુ ઉનાળાને લીધે પશુ - પક્ષીઓની કપરી પરિસ્થિતિ સર્જાતી હોય છે. ત્યારે પોરબંદરના બગવદર પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા પોતાની ફરજની સાથે - સાથે સેવાકીય પ્રવૃતિઓ પણ અવાર નવાર કરવામાં આવે છે. બગવદર પોલીસ સ્ટેશનના પીએસઆઈ ગઢવી તેમજ સ્ટાફની ટીમ દ્વારા પોરબંદર - ખંભાળીયા રાજ્ય ધોરીમાર્ગ પર બગવદરથી પોરબંદર સુધીના માર્ગના કાઠે આવેલ વૃક્ષોની ડાળીઓ પર પક્ષીઓના માળા અને પાણીના કુંડા બાંધવામાં આવ્યા હતા. લોકોએ આ કામગીરીને આવકારી હતી.

તમામ તસ્વીર - રામ મોઢવાડીયા ,પોરબંદર