જામનગર મોર્નિંગ - જામનગર 
લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ આજે જામનગરમાં રોડ-શો કરશે. રોડ-શો દરમિયાન જીવલેણ હુમલો થવાની હાર્દિક પટેલે આશંકા વ્યક્ત કરી છે. જેને લઈને હાર્દિક પટેલે જામનગરમાં સુપ્રિન્ટેન્ડેટ ઓફ પોલીસને પત્ર લખીને જાણ કરી છે.
રોડ-શો અને જાહેર સભામાં સુરક્ષા આપવા મામલે હાર્દિક પટેલે SPને પત્ર લખ્યો છે. મહત્વનુ છે કે, આ પહેલા સુરેન્દ્રનગરમાં હાર્દિક પટેલને અજાણ્યા શખ્સે સ્ટેજ પર આવીને લાફો માર્યો હતો. 
ત્યાર બાદ શનિવારે અમદાવાદના નિકોલમાં હાર્દિકની સભામાં હોબાળો થયો હતો. ત્યારે આજે હાર્દિક પટેલની જામનગરમાં સભા યોજાવવાની છે. આ સભામાં પણ અજાણ્યા શખ્સો હુમલો કરે તેવી હાર્દિકે આશંકા વ્યક્ત કરી છે.