જામનગર બાદ મુળુભાઈ કંડોરીયાની હોમપીચ એવા દેવભૂમિ દ્વારકા જીલ્લામાં પણ કોંગ્રેસનો ડંકો વાગશેઃ વ્યક્તિગત આક્ષેપો વિના સીધી મુદ્દાની જ વાતજામનગર મોર્નિંગ

જામનગર મોર્નિંગ: જામનગર-દ્વારકા 

ચૂંટણી આવે ત્યારે પક્ષો અને ઉમેદવારો એકબીજા પર આક્ષોપોનો મારો ચલાવે છે અને ચૂંટણી જીતવા માટે નિતનવા ત્રાગા કરીને છેલ્લીકક્ષા સુધી જઈને મતદારોના દિલ જીતવા માટે પ્રયાસો કરતા હોય છે,જેના ઘણા દાખલા આ લોકસભાની ચૂંટણીમાં સામે આવી રહ્યા છે. ત્યારે જામનગર લોકસભાની ચૂંટણી લડતા કોંગ્રેસના ઉમેદવાર કાળુભાઈ કંડોરીયા કોઈ પર વ્યક્તિગત આક્ષેપો કર્યા વગર લોકશાહીના આ મહાન પર્વમાં મુદ્દા આધારિત ચૂંટણી લડવાનું મન બનાવીને ભાજપે કરેલી ભૂલો અને આપેલા વચન પૂરા કરી શકી નથી,તેની સામે કોંગ્રેસ શું કરવા માંગે છે એ સહિતના મુદ્દે પોતાના પ્રવાસ દરમિયાન લોકસંપર્કમાં પોતાની વાત રજૂ કરીને તંદુરસ્ત ચૂંટણી હરિફાઈનું મુળુભાઇ કંડોરીયા ઉદાહરણ પૂરું પાડતાની સાથે લોકચાહના મેળવી રહ્યા છે,
કોંગ્રેસના નેતાઓ વર્ષો પહેલા કોઈપણ જાતના વ્યક્તિગત આક્ષેપો વગર પ્રજા સમક્ષ મુદ્દા આધારિત ચૂંટણી લડવા માટે મેદાનમાં ઉતરતા હતા અને મૂલ્યનિષ્ઠ રાજનીતિ જોવા મળતી હતી, ત્યારે જામનગર લોકસભાની ચૂંટણી પણ આ વખતે એટલા માટે મહત્વની બની ગઈ છે,કોંગ્રેસના ઉમેદવાર મુળુભાઇ કંડોરીયા કોંગ્રેસની મૂળ વિચારધારા સાથે ચૂંટણી લડતા હોય દેવભૂમિ દ્વારકા જિલ્લાના અને જામનગર જિલ્લાના પોતાના પ્રવાસ દરમિયાન તેમજ જંગી જાહેરસભામાં પણ ખેડૂતોનો પ્રશ્ન રોજગારી શિક્ષણ સહિતના મુદ્દાઓ અને પ્રજાની સમસ્યાઓ અંગે જણાવીને કોંગ્રેસ આવશે તો પ્રજા સુખી થશે અને કોંગ્રેસ આપેલા વચનનો નીભાવશે તેવી ખાતરી આપીને પોતે સાંસદ બનશે તો પ્રજા સાંસદ હશે અને પાંચ વર્ષ સુધી સેવા કરવાની મને તક આપવામાં આવે તો પ્રજાએ આપેલા મતો વેડફાશે નહીં તેઓ વિશ્વાસ આપતા પ્રજામાંથી પણ નવી આશાનું કિરણ જાગ્યું છે અને મુળુભાઇ કંડોરીયાની વાત પર લોકોને વિશ્વાસ બેસી ગયો હોય તેમ ગામેગામ કોંગ્રેસની તરફેણમાં હકારાત્મક અભિગમ સાથે વાતાવરણમાં સુધારા સાથે વધારો થઈ રહ્યો છે,
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાટિયા કલ્યાણપુર દ્વારકા ખંભાળિયા ભાણવડ તેમજ જામજોધપુર,કાલાવડ, લતીપર વગેરે સ્થળોએ જંગી જાહેર સભામાં કોંગ્રેસના ઉમેદવાર મુળુભાઇ કંડોરીયાની એક જ વાત હતી કે,ભાજપે ૨૦૧૪માં આપેલા વચનોનો પ્રજાએ હિસાબ માંગવો જોઈએ, તે પ્રજાનો અધિકાર છે અને જો શાસકો હિસાબ ના આપી શકે તો પ્રજાએ નિર્ણય બદલવાનો અધિકાર છે, મુળુભાઇની આ વાતની ધારી એવી અસર પ્રજા પર સીધી જ પડી રહી છે,
દરમિયાન મુળુભાઇ કંડોરીયા તેમના પ્રવાસ દરમિયાન કાર્યકર્તાઓના સંમેલનોમાં પણ જણાવી રહ્યા છે કે, પાકવીમો, ખેડૂતોના અન્ય પ્રશ્નો, મોંઘવારી, બેરોજગારી, વેપારીઓના પ્રશ્ન વગેરે સાથે પ્રચાર કરજો અને કોંગ્રેસનુ સંકલ્પ પત્ર ઘરે-ઘરે પહોંચાડીને પ્રજાને વિશ્વાસ અપાવજો કે તમારી સરકાર આવશે, ગરીબોની ખેડૂતોની, વેપારીઓની, શિક્ષિત બેરોજગાર યુવાનોની સરકાર આવશે,આવો અભિગમ સાથે કોંગ્રેસના કાર્યકરો,આગેવાનો પ્રચારકાર્યમાં આગળ વધતા સફળતા મળી રહી છે અને લોકો આવકાર આપી રહ્યા છે,
મુળુભાઇ કંડોરીયાની હોમ પીચ એવા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સોમવારના રોજ જિલ્લા પંચાયતની વાડીનાર, હર્ષદપુર, વડત્રા, ભાડથર, બજાણા બેઠક પર આવતા ૮૦ ગામોના પ્રવાસ દરમિયાન લોકસંપર્ક અને બેઠકોમાં પણ જનસમર્થન મેળવવામાં સફળતા મળી હતી,ત્યારબાદ મંગળવારે પણ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મુળુભાઇ કંડોરીયા પોતાના પ્રવાસનો દોર ચાલુ રાખીને રાણ ગામ, જુવાનપર નંદાણા, કલ્યાણપુર, હરીપર, પાનોલી, રાવલ સહિતના ગામોના આગેવાનો સાથે બેઠકો યોજી હતી,
આ બેઠકમાં મુળુભાઇ કંડોરીયાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં છેલ્લા ૨૩ વર્ષના શાસનમાં અને કેન્દ્ર સરકારના પાંચ વર્ષના શાસનમાં પ્રજાના પડતર પ્રશ્નોને કોઈ વાચા આપવામાં આવી નથી, કૃષિક્ષેત્રે પણ જોઈએ તેવું કામ થયું નથી એટલે જ ખેડૂતો પરેશાન છે,જેમાં પાકવીમાનો પ્રશ્ન હોય કે વીજળીનો પ્રશ્ન હોય,ખેડૂતના જીવન ધોરણમાં સુધારો થવાના બદલે આજે દુઃખી છે,
ત્યારે ભાજપને સત્તાના મદમાં અહંકાર આવી ગયો છે અને ગરીબ,મધ્યમવર્ગ,ખેડુતોની પીડા દેખાતી નથી,આથી આવા અહંકાર સામે સત્યનો વિજય થશે તેવા વિશ્વાસ સાથે કોંગ્રેસને સમર્થન આપવાની વાત પર ભાર મૂકવામાં આવ્યો હતો, તેની સામે ગ્રામજનોએ પણ ટેકો આપીને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પનોતા પુત્ર મુળુભાઇ કંડોરીયાને સાંસદ બનાવવા માટે તનતોડ મહેનત કરશે અને જંગી મતદાન કરીને વિજય બનાવશે તેઓ કોલ આપી રહ્યા છે,
દેવભૂમિ દ્વારકા જિલ્લાના સતત પ્રવાસ કાર્યક્રમ દરમિયાન મુળુભાઇ કંડોરીયાની સાથે વિક્રમભાઈ માડમ, એભાભાઈ કરમુર,મેરામણભાઇ ગોરીયા, લખુભાઇ ગોજીયા સહિતના કોંગ્રેસના હોદ્દેદારો આગેવાનો વગેરે સાથે જોડાઈને ગામેગામ લોકસંપર્ક હાથ ધરીને કોંગ્રેસ તરફ લોકજુવાળ ઊભો કરી રહ્યા છે અને આ વખતે કોંગ્રેસને સફળતા પણ મળી રહી છે.

રાવલ ગામના અગ્રણીઓ ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા

રાવલ ગામ ખાતે યોજાયેલા કાર્યક્રમ દરમ્યાન મુરૃભાઈ લખમણભાઇ જમોડ રાવલ નગરપાલિકા સભ્ય, કાના નગા મોઢવાડિયા માજી સરપંચ ચંદ્રાવાડા, લગધીર અરજન મોઢવાડિયા મેર સમાજ અગ્રણી, અરજન વિરમ ઓડેદરા માજી ઉપપ્રમુખ કલ્યાણપુર તાલુકા, નારણભાઈ કાગડિયા કોળી સમાજ અગ્રણી, જીવાભાઈ કારાવદરા મહેર સમાજ ચંદ્રાવાડા, અરસી નાથા ઓડેદરા મહેર સમાજ ચંદ્રાવાડા, જેસા રામા સરવૈયા કોળી સમાજ અગ્રણી, નાગા કાના મોઢવાડિયા મહેર અગ્રણી ચંદ્રાવાડા ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા હતા.