રૂ. સાડા ત્રણ લાખની સટ્ટાની સામગ્રી કબ્જે: અન્ય ચાર શખ્સો ફરાર: અન્ય એક દરોડામાં એક આરોપીની ધરપકડ: બીજા શખ્સનું નામ ખુલ્યું
જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગરમાં લાલવાડી રોડ પર એક કારની અંદર ચલાવતા ક્રિકેટના સટ્ટાના નેટવર્કને પોલીસે પકડી પાડ્યું છે અને ચાલુ કારમાં આઈપીએલની મેચ ઉપર સટ્ટો રમાડી રહેલા બે શખ્સોને પોલીસે પકડી પાડ્યા છે અને તેઓ પાસેથી ક્રિકેટના સટ્ટાની રૂ. સાડા ત્રણ લાખની માલમતા કબ્જે કરી છે જયારે તેઓની સામે સટ્ટો રમનારા અન્ય ચાર શખ્સોને પોલીસે પકડી પાડ્યા છે અન્ય એક દરોડામાં ક્રિકેટનો સટ્ટા રમનારા એક શખ્સને પોલીસે ઝડપી લીધો છે જયારે તેની સાથે મોબાઈલ ફોન પર સટ્ટો રમનારા બીજા શખ્સને ફરારી જાહેર કરાયો છે. 
મળતી વિગત મુજબ જામનગરમાં લાલવાડી આવાસ રોડ નજીક જીડીશાહ સ્કૂલ વાળા માર્ગ ઉપર પસાર થઇ રહેલી એક કારમાં બે ક્રિકેટના બુકીઓ ચાલુ કારે ક્રિકેટનો સટ્ટો રમાડી રહ્યા છે તેવી ચોક્કસ બાતમીના આધારે દરબારગઢ પોલીસ ચોકીના સ્ટાફે સોમવારે રાત્રે વોચ ગોઠવી ત્યાંથી પસાર થઇ રહેલી જીજે 10 એ પી 2426 નંબરની સ્વીફ્ટ કારને આંતરી તલાસી લેતા અંદરથી બે શખ્સો મોબાઈલ ફોનની આઇડીના આધારે આઈપીએલની ક્રિકેટ મેચ ઉપર અન્ય ગ્રાહકો સાથે મોબાઇલ ફોન ઉપર ક્રિકેટનો સટ્ટો રમાડી રહેલા નજરે પડ્યા હતા, 
જેથી પોલીસે બંનેના નામ પૂછતાં એકનું નામ અનિલ નરશીભાઈ હરસોડા (ઉ.વ.56) અને ન્યુ જેલ રોડ હન્નર શાળા પાસે રહેતા હોવાનું તેમજ બીજાનું નામ દિનેશ નરશીભાઈ હરસોડા (ઉ.વ.59) અને પટેલ કોલોની શેરી નં. 10માં શિવમ પ્લાઝા એપાર્ટમેન્ટમાં રહેતા હોવાનું કબુલ્યું હતું જેથી પોલીસે બંનેની ધરપકડ કરી લીધે તેઓ પાસેથી રૂ. 21150ની રોકડ રકમ અને 6 નંગ મોબાઈલ ફોન સ્વીફ્ટ કાર તેમજ ક્રિકેટના સટ્ટાનું સાહિત્ય સહિત કુલ રૂ. 354350ની માલમતા કબ્જે કરી હતી. 
બંને આરોપીઓ સામે સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં જુગારધારા ભંગ બદલનો ગુન્હો નોંધાવ્યો હતો જેમાં બંને સાથે મોબાઈલ ફોન ઉપર ક્રિકેટનો સટ્ટો રમનારા મહેન્દ્ર બધીયો લોહાણા (85302 27097), સન્ની જાડેજા રામેશ્વરનગર (97233 33334), બંટી મહાજન જુની પ્લોટ પોલીસ ચોકી સામે (95103 73664), ભુરો સિંધી (84018 85718) અને 49 નંબરથી સટ્ટો રમનારા (92762 52710)ને ફરારી જાહેર કરાયો છે અને શોધખોળ હાથ ધરાઈ છે. 
આ કાર્યવાહી પી.એસ.આઈ. એ.એસ.ગરચર, તથા સ્ટાફના વી.આર. ગામેતી, ચંદ્રકાન્તભાઈ દામજીભાઇ ગાંભવા, જાવેદ વજગોળ, ધર્મેન્દ્ર પટેલ, શિવરાજસિંહ રાઠોડ અને મેહુલભાઈ વીસાણી દ્વારા કરવામાં આવી હતી.   
જયારે બીજો દરોડો સીટી એ ડીવીઝનના સ્ટાફે દિગ્વીજય પ્લોટમાં પાડ્યો હતો જ્યાં ટીવી પર આઈપીએલની મેચ નિહાળી મોબાઈલ ફોન ઉપર સટ્ટો રમનારા જીગ્નેશ લખમણભાઈ શ્રીમાળીને પકડી પાડ્યો હતો જેની પાસેથી રૂ. 12200ની રોકડ રકમ અને મોબાઈલ ફોન વગેરે કબ્જે કરી લીધા હતા. ઉપરાંત તેની સાથે મોબાઈલ ફોન ઉપર સટ્ટો રમનારા મોબાઈલ નં. 70690 28575 નંબરના મોબાઈલ ફોન ધારકને આ પ્રકરણમાં ફરારી જાહેર કરી તેની શોધખોળ શરૂ કરાઈ છે.             
આ કાર્યવાહી પી.આઈ. એસ.એચ. રાઠવા, પી.એસ.આઈ. એમ.વી. મોઢવાડીયા, એસ.ડી. ચુડાસમા, એન.કે. ઝાલા, યોગરાજસિંહ રાણા, શિવભદ્રસિંહ જાડેજા, આફતાબભાઈ સફીયા, ફિરોજભાઈ ખફી, ગૌતમભાઈ મકવાણા, મહાવીરસિંહ જાડેજા અને રામદેવસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામાં આવી હતી.