જામનગર મોર્નિંગ - જામનગર
જામનગર તાલુકાના નવા નાઘુના ગામમાં રહેતી અને પિતાનો આશરો ગુમાવી દેનારી એક સગીરાને તેજ ગામના એક શખ્સે અપહરણ કરી જઈ પોતાની હવસનો શિકાર બનાવી હતી જે કીસ્સમાં પોક્સો ની અદાલતે અપહરણ કરી જનાર નાઘુના ગામના શખ્સને તક્ષીરવાન ઠરાવી જુદી-જુદી કલમો હેઠળ 10વર્ષની જેલ સજા અને  હુકમ ફરમાવ્યો છે.  
મળતી વિગત મુજબ જામનગર તાલુકાના નવા નાઘુના ગામમાં પિતાનું છત્ર ગુમાવીને પોતાની માતા સાથે રહેતી એક સગીરાને ગત 15-05-2015ના રોજ તેજ ગામના અજય વલ્લભભાઈ દલસાણીયા નામના શખ્સે અપહરણ કરી જઈ રાજકોટ સાઈડના જુદા-જુદા શહેરોમાં ફેરવી હવસનો શિકાર બનાવી હતી અને સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું આ બનાવ અંગે સગીરાની માતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપી અજય વલ્લભભાઈને પોક્સો એક્ટની કલમ તેમજ અપહરણ અને બળાત્કાર સહિતની જુદી-જુદી કલમો હેઠળ પકડી પાડ્યો હતો અને અદાલત સમક્ષ રજૂ કરી ચાર્જ સીટ કર્યું હતું, જે કેસ જામનગરની અદાલત સમક્ષ ચાલી જતા જામનગરની પોક્સો અદાલતે આરોપી અજયને તક્ષીરવાન ઠરાવી આઇપીસી કલમ 363ના ગુન્હામાં ત્રણ વર્ષની જેલ સજા અને પાંચ હજાર રૂપિયાનો દંડ તેમજ 376ના ગુન્હામાં 10 વર્ષની સજા અને દંડ પોક્સો એક્ટની કલમ હેઠળ સાત વર્ષની સજા અને દંડ તેમજ પોક્સોની કલમ છ ના ગુન્હામાં 10 વર્ષની સજા અને દંડ મળી તમામ સજા 10 વર્ષ સુધી એક સાથે ભોગવવા હુકમ ફરમાવ્યો છે.