જામનગર મોર્નિંગ - જામનગર 
ગુજરાત રાજ્યના પરીક્ષા બોર્ડ દ્વારા આજે ધો. 10ના પરિણામોની જાહેરાત કરાઈ છે જેમાં જામનગરના એક પોલીસ પુત્રએ બાજી મારી છે, અને ગુજરાત રાજ્યમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી જામનગરના પોલીસ પરિવારનું ગૌરવ વધાર્યું છે, આ ઉપરાંત નગરના એક તબીબી દંપતીની પુત્રીએ પણ રાજ્યમાં પાંચમું સ્થાન હાંસલ કરી નગરનું અને તબીબી પરિવારનું ગૌરવ વધાર્યું છે. 
જામનગર જિલ્લાના પોલીસ પરિવારે ગૌરવ લેવા જેવી બાબત એ છે કે જામનગરની લોકલ ક્રાઇમ બ્રાંચમાં પોલીસ હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા અને ગુન્હેગારો માટેના કેસ કાગળો તૈયાર કરવાના માસ્ટર માઈન્ડ એવા શરદ ભરતભાઈ મુંગરા (પટેલ) ના પુત્ર કૌશિક એ ધોરણ 10ની પરીક્ષામાં 99.99 પીઆર હાંસલ કરી સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે, અને જામનગર જિલ્લા તેમજ પોલીસ પરિવારનું ગૌરવ વધાર્યું છે જેણે ગણિત વિષયમાં 100 માંથી 100 માર્ક મળેવ્યા છે, કુલ 600માંથી 582 ગુણ મેળવી લઇ રાજ્યમાં પ્રથમ નંબરનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. 
આ ઉપરાંત જામનગરમાં એસ.એસ.સી બોર્ડની પરીક્ષામાં તબીબની પુત્રી જીયાએ મેળવ્યું પાંચમુ સ્થાન જામનગરની જી.જી.હોસ્પિટલ ના પેથોલોજી વિભાગના વડા ડો.વિજય પોપટ અને તેમના ધર્મ પત્ની સ્કીન વિભાગના વડા ડો. દેવલ વોરાની સુપુત્રી જીયા એ એસએસસી બોર્ડમાં 99.95% પીઆર સાથે બોર્ડમાં ૫માં ક્રમે મેદાન માર્યું છે. વિદ્યાર્થીકાળથી તબીબી ક્ષેત્રે નિપુણ અને મળતાવડા સ્વભાવના પિતા વિજયભાઈ પોપટ અને માતા દેવલબેનના પગલે પુત્રી જીયા એ પણ સિદ્ઘિ મેળવવા એકાગ્રતાથી સમગ્ર બોર્ડમાં ૫માં ક્રમ મેળવ્યો છે. જીયાની આ સિદ્ઘિને ઠેર ઠેરથી અભિનંદનની વર્ષા થઈ રહી છે.