વર્ષો બાદ કદાચ ચેકિંગની કામગીરી

હાથીદાંત સિંહના નખ સહિતની ચીજ-વસ્તુ મળી આવતા ચાર દુકાન દારની અટકાયત: પાંચ ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરાયુ: મુદામાલ ઝબ્બે 
જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગરમાં અનુપમ-અપ્સરા ટોકીઝ આજુબાજુમાં આવેલ ધાર્મિક ચીજ-વસ્તુની વેંચાણ કરતા દુકાનદારોને ત્યાં ઓચિંતા ફોરેસ્ટ વિભાગે ચેકિંગ હાથ ધરી અત્રેથી હાથી દાંત, સિંહના નખ અને દરિયાઈ વસ્તુઓ મળી આવતા ચાર દુકાનદારની અટકાયત કરતા ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.
મળતી વિગત મુજબ જામનગરમાં અનુપમ ટોકીઝ આજુબાજુમાં ધાર્મિક ચીજ-વસ્તુનું વેંચાણ કરાતી ભગવતી પુજાપો ભંડાર, શિવમ ધાર્મિક વસ્તુ ભંડાર સહિતની દુકાનોમાં ફોરેસ્ટ વિભાગે ઓચિંતા ચેકિંગ હાથ ધર્યું હતું દરમિયાન અત્રેથી હાથીદાંત, સિંહના નાખ, દરિયાઈ વસ્તુ અને ચામડાની વસ્તુ મળી આવતા દુકાનોના માલિક યોગેશગીરી હરેશગીરી ગોસાઈ, હરિશગીરી ગોસાઈ, સુરેશગીરી ગોસ્વામી, લક્ષમણગીરી છોટુગીરી નામના ચાર દુકાનદારની અટકાયત કરી પુછપરછ હાથ ધરી છે, બીજી તરફ મળી આવેલ ચીજ-વસ્તુ અસલી કે નકલી છે? તે સંદર્ભે આગળની તપાસનો દોર સંભાળેલ છે. 
આ ચેકિંગ ફોરેસ્ટ અધિકારી ભેડા તથા નાયબ વન સંરક્ષક આર.બી. પરસાણા, આરએફઓ ભોરણીયા, પરમાર વિગેરેના નેજા હેઠળ જુદી-જુદી પાંચ ટીમે હાથ ધર્યું હતું. 
વધુમાં ઝડપાયેલા દુકાનદારો પાસેથી ઉપરોક્ત તમામ મુદામાલ કબ્જે લીધો હતો આથી અન્ય દુકાનદારોમાં ફફડાટ મચી જવા પામ્યો છે, ઉલ્લેખનીય છે કે આ પ્રકારે ફોરેસ્ટ વિભાગ દ્વારા ચેકિંગની કાર્યવાહી કદાચ જામનગરવાસીઓને યાદ નહીં તેવું આચાર્ય રહ્યું છે.