હિટવીડ મેક્સ ખેડૂતો માટે જીવનને સરળ બનાવશે અને તેમને મહત્તમ વળતર મેળવવા સક્ષમ બનાવશે

જામનગર મોર્નિંગ - મુંબઈ 
સ્વદેશી રીતે વિકસાવેલ અને પેટન્ટ ધરાવતું કોટન હર્બીસાઇડ – હિટવીડને સફળતા મળ્યાં પછી ગોદરેજ એગ્રોવેટે કપાસનાં મોટા ભાગનાં નીંદણને નિયંત્રણ કરતા હર્બીસાઇડ હિટવીડ મેક્સ લોંચ કર્યું હતું, જે પાકને 25થી 30 દિવસનાં ગાળમાં નીંદણમુક્ત વૃદ્ધિ આપે છે, જે એને પરંપરાગત પદ્ધતિઓની સરખામણીમાં શ્રેષ્ઠ નીંદણ નિયંત્રક અને નીંદણને દૂર કરવા માટે ઓછો ખર્ચ ધરાવતું હર્બીસાઇડ બનાવે છે,.

કપાસની ખેતીમાં હંમેશા વધારે મજૂરીની જરૂર હોય છે અને આ હકીકતથી ઘણાં પરિચિત છે. જોકે ટેકનોલોજીની બારીક જાણકારી વિશે ઓછાં પરિચિત હોવાથી અને મેન્યૂઅલ/મિકેનિકલ વીડ મેનેજમેન્ટ પર નિર્ભરતાને કારણે વંચિત ખેડૂતો ઓછી ઉત્પાદકતાની સમસ્યાનો સામનો કરે છે. પાકનાં પ્રાથમિક તબક્કા દરમિયાન નીંદણની વૃદ્ધિ મુખ્ય સમસ્યા છે, કારણ કે પાક માટે જરૂરી પોષક દ્રવ્યોનું એ પણ શોષણ કરે છે. પરિણામે પાકની આવકમાં ઘટાડો થઈ શકે છે અને ખેડૂતોની અપેક્ષાઓ પૂર્ણ ન થાય એવું બની શકે છે. 

હિટવીડ મેક્સ કપાસનાં પાક માટે સંપૂર્ણપણે સુરક્ષિત છે. આ પાકની વૃદ્ધિનાં મહત્ત્વપૂર્ણ ગાળામાં નીંદણની સ્પર્ધાને અટકાવે છે તથા મોટાં પાન ધરાવતાં અને સાંકડા પાન ધરાવતા એમ બંને પ્રકારનાં નીંદણને અસરકારક રીતે નિયંત્રિત કરે છે, જેનાં પરિણામે ઉત્પાદનમાં વધારો થાય છે. આ નિયંત્રણનો લાંબો ગાળો પણ ઓફર કરે છે, જેનાં પરિણામે ખેડૂતોને માનસિક શાંતિ મળે છે અને વધારે નફો થાય છે. 

ગોદરેજ એગ્રોવેટનાં મેનેજિંગ ડાયરેક્ટર બલરામ યાદવે કહ્યું હતું કે, “અમે ત્રણ દાયકાથી ખેડૂતો સાથે કામ કરીએ છીએ, સક્રિયપણે તેમનાં જીવનમાં પરિવર્તન લાવવા પ્રયાસરત છીએ અને તેમનાં ખેડૂતોની નાણાકીય સ્થિતિ સુધરે છે. હિટવીડ મેક્સની શરૂઆત આ સિદ્ધાંતોને અનુરૂપ છે. આ કપાસનાં પાકમાં તમામ મુખ્ય નીંદણને નિયંત્રિત કરવા માટે વન-શોટ સોલ્યુશન છે, જે ઊંચી ઉત્પાદકતા અને નીંદણને અસરકારક રીતે દૂર કરવા તરફ દોરી જાય છે.” 

હિટવીડ મેક્સનો ઉપયોગ મિકેનિકલ અથવા મેન્યૂઅલ વીડ મેનેજમેન્ટને દૂર કરે છે તથા ભારતમાં કપાસનાં ખેડૂતોને હાઈ-ડેન્સિટી પ્લાન્ટિંગ સિસ્ટમ (એચડીપીએસ) અપનાવવા સક્ષમ બનાવે છે. હિટવીડ મેક્સ તમામ પ્લાન્ટિંગ સિસ્ટમ હેઠળ અસરકારક છે, જેમાં હાઇ-ડેન્સિટી પ્લાન્ટિંગ સિસ્ટમ સામેલ છે, જેમાં પ્લાન્ટની સંખ્યા પ્રમાણમાં વધારે રહે છે, પરિણામે એકરદીઠ ઉત્પાદકતા અને નફો બંને વધે છે. 

હિટવીડ મેક્સ ભારતમાં પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, ઓડિશા, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક અને તમિલનાડુ જેવા તમામ કપાસની ખેતી કરતાં રાજ્યોમાં ઉપલબ્ધ થશે. 

ગોદરેજ એગ્રોવેટ લિમિટેડ વિશે
 ગોદરેજ એગ્રોવેટ લિમિટેડ (જીએવીએલ) નવીન ઉત્પાદનો અને સેવાઓ દ્વારા ભારતીય ખેડૂતોની ઉત્પાદકતા વધારવા પ્રતિબદ્ધ એગ્રિબિઝનેસ કંપની પર ધ્યાન કેન્દ્રિત કરતી વિવિધતાસભર સંશોધન અને વિકાસ કંપની છે, જેનાથી પાક અને પશુધનની ઉત્પાદકતામાં નોંધપાત્ર વધારો થયો છે. જીએવીએલ પશુચારા, પાકનાં રક્ષણ, ઓઇલ પામ, ડેરી, પોલ્ટ્રી અને પ્રોસેસ્ડ ફૂડમાં કામગીરી ધરાવે છે.