જામનગરના હાપામાં વીજળી પડતા તરૂણનું મોત 
સીંગચ ગામમાં યુવાનનું વીજળી પડતા મૃત્યુ: પરિવારમાં કરૂણ આંક્રદ 
જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગરમાં સાંજે ગાજ-વીજ સાથે વરસાદ શરૂ થતા હાપા તથા સીંગચમાં વીજળી પડતા તરૂણ અને યુવાનનું મોત નિપજતા પરિવારમાં કરૂણ આંક્રદ છવાયો હતો. 
જામનગરમાં સાંજે ગજ-વીજ સાથે વરસાદ શરૂ થતા હાપામાં વીજળી પડવાથી ગૌતમ લખમણભાઈ પરમાર (ઉ.વ.15) નામના તરૂણનું મૃત્યુ નીપજ્યું હતું. વરસાદમાં ન્હાતી વેળાએ બાળક પર વીજળી પડતા જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડતા ડોકટરે મૃત જાહેર કરતા પરિવારમાં કરૂણ આંક્રદ છવાઈ ગયો હતો. 
જયારે જામનગરના લાલપુર તાલુકાના સીંગચ ગામે વરસાદમાં બહાર જતી વેળાએ સુરેશ તુલસીભાઈ (ઉ.વ.22) નામના યુવાનનું વીજળી પડતા જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડતા સારવાર દરમ્યાન મૃત્યુ નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. 
જામનગરમાં સિઝનનો હજુ વરસાદ સરખો જામ્યો નથી ત્યાં જામનગર જિલ્લામાં વીજળી પડવાથી બે આશાસ્પદ યુવાનના મૃત્યુ નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.