મુળુભાઈ બેરા ફાઈલ તસ્વીર


મોર્નિંગ - પોરબંદર
વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની વિચાર ધારા સાથે જોડાયેલ અને વર્ષ ૧૯૯૫થી સતત જામનગર, દેવભૂમિ દ્વારકા જીલ્લા સહીત ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા મુળુભાઈ બેરાની ગુજરાત પ્રદેશ ભાજપા દ્વારા હાલ સંગઠન પર્વ અનુસંધાને પોરબંદર જીલ્લા ભારતીય જનતા પાર્ટીના સંગઠન સંરચના અધિકારી તરીકે નિમણુક કરવામાં આવી છે.
મુળુભાઈ બેરા પોતે સરકારમાં પ્રીતીનીધીત્વ કરતા હોવા છતાં પોતાની છાપ એક સંગઠનના કાર્યકર જેવી રહી છે. તે પોતાના વિસ્તારના નાનામાં નાના કાર્યકર સાથે સીધો સંપર્ક ધરાવે છે. ત્યારે પોરબંદર જીલ્લાના સંગઠન સંરચના અધિકારી તરીકે થયેલી નિમણુંકને પોરબંદર ભારતીય જનતા પાર્ટીએ વધાવી લીધી છે.