જામનગર મોર્નિંગ - જામનગર 
બોલિવૂડ ફિલ્મ સ્ટાર્સનાં લોકો જબરા ફેન હોય છે. પોતાના ફેવરિટ સ્ટાર્સ માટે કંઈકને કંઈક અવનવું કરતા હોય છે. દ્વારકાનો પરબત માડમ નામનો 20 વર્ષીય યુવાન અક્ષય કુમારનો ગજબનો ફેન છે. જેથી તે તેના પ્રિય સ્ટાર અક્ષય કુમારને મળવા દ્વારકાથી પગપાળા મુંબઇ જવા 16 ઓગસ્ટના રોજ નીકળ્યો હતો. જે આજે 18માં દિવસે 900 કિમીથી વધુ ચાલીને મુંબઇ પહોંચી અક્ષયકુમારને મળ્યો હતો. અક્ષયકુમારે પરબત સાથે તસવીર અને તેનો વીડિયો ટ્વીટ કરી લખ્યું છે કે, કૃપા કરીને આવું ના કરો.
 આજે પરબતને મળ્યો, તે 900 કિલોમીટરથી વધુ ચાલીને દ્વારકાથી આવ્યો છે. તેના યોજના પ્રમાણે તે 18 દિવસ પછી આજે રવિવારે મુંબઇ આવી પહોંચ્યો છે. જો આપણા યુવાનો તેમના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે આ પ્રકારની યોજના અને સંકલ્પનો ઉપયોગ કરે છે તો પછી અમને કોઈ રોકતું નથી! આપ સૌને મળવું હંમેશાં ઉત્તમ છે અને તમે મને જે પ્રેમ કરો છો તેના માટે હું આભારી છું પણ કૃપા કરીને આ બાબતો ન કરવા વિનંતી. તમારા જીવનને વધુ સારું બનાવવામાં તમારા સમય, શક્તિ અને સંસાધનો પર ધ્યાન કેન્દ્રિત કરો, જે મને સૌથી વધુ ખુશ કરશે. પરબતને ખૂબ ખૂબ શુભેચ્છા
 પરબતે આ અંગે  સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મને અક્ષકુમાર મળ્યા અને મને ઘણું પૂછ્યું. મને કહે શું કરે છે ભણે છે. મેં એક મુવીની સ્ક્રિપ્ટ પણ આપી તો તેણે મને કહ્યું હું જરૂર વાંચીશ. મને જમાડીને મોકલ્યો હતો. જેમાં મગનું શાક, રોટલી અને દાળભાત મેનું હતા. મને અક્ષયકુમારે 10 મિનિટનો સમય આપ્યો હતો.