જામનગર મોર્નિંગ - જુનાગઢ તા.9 : જૂનાગઢ વન અભ્યારણ્યના પાતુરણ રાઉન્ડમાં સિંહના ગૃપને પજવણી કરતા 5 ઈસમોને વન વિભાગે ઝડપી પાડ્યા.

પ્રાપ્ત માહિતી અનુસાર જૂનાગઢ વન વિભાગની ડુંગર ઉતર રેંજ ના પાતુરણ રાઉન્ડ માં તા-2-9-19 ના અજાણ્યા વ્યક્તિઓ દ્વારા અભયારણ્ય ના રસ્તા પર વાહન થી નીચે  ઉતરી વન્ય પ્રાણી સિંહ ના ગૃપ ને પજવણી કરી તથા વન્ય પ્રાણી ના રહેઠાણ મા ખલેલ પહોચાડેલ નો ગુનો કરેલ જેના  ફોટો તથા વિડિયો સોસીયલ મીડિયા મા વાયરલ થતા તે પુરાવાઓ ના આધારે  જેની તપાસ દરમ્યાન નાયબ વન સંરક્ષક ડૉ. એસ.કે. બેરવાલ અને મદદનીશ વન સંરક્ષક બી.કે.ખટાણા નાં માર્ગદર્શન હેઠળ વન વિભાગના આર.એફ.ઓ. બી.એમ.આંબલિયા તથા ફિલ્ડ સ્ટાફે શંકાસ્પદ ઈસમો ને પુછપરછ કરતાં ૧. રશીદ તૈયબભાઈ હાલા રે. જુનાગઢ
૨. શાહરૂખભાઈ હબીબભાઈ ઠેબા રે.મેદપરા તા- ભેસાણ
૩. નિલેશભાઈ લલીતભાઈ મકવાણા રે- મેદપરા
૪. દિપકભાઈ સવજીભાઈ ચાવડા રે- જુનાગઢ
૫. જેલમસિહ નગાજી ભાટી રે- પસવાડા, તા-ભેસાણ તેઓ ને પકડી  પાડવામાં મોટી સફળતા મળેલી છે. જેમાં ગુન્હામાં મહત્વની ભૂમિકા ભજવનાર પ ઇસમોને  તેમની સઘન પૂછપરછ કરતા સમગ્ર ગુન્હાની મોડસ ઓપરેનડી ખૂલી પડી હતી અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરી નામદાર કોર્ટમાં તમામ ને 9/9/19 ના હાજર કરવા મા આવેલ..