જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગરની સેવાકીય સંસ્થા શ્રી હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જામનગર શહેરમાં જુદા-જુદા વિસ્તારોમાં ગણપતિ મંડળના સંચાલકો દ્વારા જાહેર સ્થળોએ પંડાલો ઉભા કરીને ગણપતિજીની મૂર્તિઓ સ્થાપિત કરી ભારે ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જે તમામ ગણપતિ મંડળના સંચાલકો અને પંડાલના આયોજકોને સન્માનિત કરવાનો કાર્યક્રમ બુધવાર તા. ૧૮-૯-ર૦૧૯ ના સાંજે પ.૩૦ કલાકે ગાંધીનગર મેઈન રોડ, બ્રુકબોન્ડ ગ્રાઉન્ડ સામે આવેલા સર્વમંગલ પાર્ટી પ્લોટમાં રાખવામાં આવ્યો છે. જ્યાં ગણપતિ મંડળના સંચાલકોનું સન્માન કરવામાં આવશે અને આ સન્માન સમારોહ પછી તમામ ગણેશભક્તો માટે પ્રસાદની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે. આ સન્માન સમારોહમાં જામનગરના સર્વે ગણપતિ મંડળના સંચાલકો, વ્યવસ્થાપકો વિગેરેને ઉપસ્થિત રહેવા શ્રી એચ.જે. લાલ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી જીતુભાઈ લાલ દ્વારા અનુરોધ કરાયો છે.