જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગર પોલીસ વિભાગમાં થોડા વર્ષો પૂર્વે પીએસઆઈ અને એસઓજીના ઇન્ચાર્જ પીઆઈ તરીકે ઉત્કૃષ્ટ કામગીરી કરીને બદલી પામેલા પીએસઆઈને પી.આઈ.નું પ્રમોશન મળ્યા બાદ મોરબી જિલ્લામાં ફરજ બજાવતા એસ.એન.સાટી (સલીમ સાટી) તથા કચ્છ જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેકટર એમ.જે.જલુ પોલીસ ઈન્સ્પેક્ટરો જામનગરને પરત મળ્યા છે. 
સોમવારે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવેલ પોલીસ ઇન્સ્પેક્ટરોની બદલીમાં અગાઉ જામનગર કાબિલેદાદ ફરજ બજાવી ચુકેલા બંને ઇન્ચાર્જ પીઆઈ, અને પીએસઆઈને ફરી જામનગર મુકવામાં આવ્યા છે, બન્ને પોલીસ ઇન્સ્પેકટરો જામનગરમાં હાજર થયા બાદ જીલ્લા પોલીસ વડા દ્વારા બન્નેને પોલીસસ્ટેશનની ફાળવણી કરવામાં આવશે.