પ્રજાને કોઈ કામ માટે ગ્રાન્ટની રાહ જોવી પડે છે ત્યારે અધિકારીઓને મોજેમોજ 
જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગર મહાનગરપાલિકાની આર્થિક સ્થિતિને લઈને હંમેશા પ્રજાના કામો માટે નાણા ન હોવાની ચર્ચા થઇ છે ત્યારે મહાનગરપાલિકાના  ડેપ્યુટી કમિશ્નર માટે રૂપિયા 28000ની કિંમત વાળી એક ખુરશી ખરીદવાનો નિર્ણય સ્ટેન્ડીંગ કમિટીએ કરતા ભારે ચર્ચા જાગી છે. શહેરોમાં અનેક જગ્યાએ બેસવાના બાંકડા તૂટી ગયા છે. મહાનગરપાલિકામાં અનેક નાના કર્મચારીઓને બેસવાની ખુરશી મરામત માંગે છે ત્યારે  ડેપ્યુટી કમિશ્નર માટે રૂપિયા 28000ની ખુરશી મંજુર કરાઈ છે. ચર્ચાનો વિષય એ છે કે જો  ડેપ્યુટી કમિશ્નર માટે આવડી ખુરશી લેવાતી હોય તો કમિશ્નર, મેયર અને ડે. મેયર માટે કેટલી કિંમતની ખુરશીઓ લેવાતી હશે.