"મનપાની ટીપીઓ શાખા દ્વારા અમેરીકન ઢબે આચરવામાં આવતો ભ્રષ્ટાચાર"
જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગર મહાનગર પાલીકાની ટીપીઓ શાખા દ્વારા શહેરમાં ચાલતા ગેરકાયદે બાંધકામોમાં સુવ્યવસ્થિત પ્લાનિંગ દ્વારા જે ભ્રષ્ટાચાર આદરવામાં આવી રહ્યો છે તે ટીપીઓના અધિકારીઓના ભેજાની કરામત છે.  
જામનગર શહેરમાં જે આસામીઓ દ્વારા ગેરકાયદે બાંધકામો કર્વમાવ આવતા હોય છે તે તમામ આસામીઓ બાંધકામ શરૂ કરતા પહેલા જ ટીપીઓના ભ્રષ્ટ અધિકારીઓના સંપર્ક કરી લેતા હોય છે અને પોતે જે નિયમો વિરુધ્ધ તદ્દન ગેરકાયદે બાંધકામ કરવાના છે તે પેટે ટીપીઓના ભ્રષ્ટ અધિકારીઓની મોટી રકમની લાંચ પહેલા જ આપી દે છે. ત્યાર બાદ બાંધકામ ચાલુ કરવામાં આવે ત્યારે આ તદ્દન ગેરકાયદે બાંધકામ બાબતે કોઈ સામાજીક કાર્યકર કે આડોસ પાડોસમાંથી આ કથિત ગેરકાયદે બાંધકામની ફરિયાદ કરવામાં આવે છે કે તુરંત મનપાના ટીપીઓ શાખાના ભ્રષ્ટ તંત્ર દ્વારા આવા આસામીઓને ગેરકાયદે બાંધકામ દૂર કરવાની નોટીસો ફટકારી દેવામાં આવે છે જેથી ફરિયાદી ને એમ લાગે કે ટીપીઓ શાખા દ્વારા આ બાંધકામ દૂર કરાવવા માટે કાર્યવાહી કરી રહ્યું છે. એવામાં ફરિયાદી શાંત બેસી જાય છે અને પરિણામે જે આસામીઓ બાંધકામ કરતા હોય છે તેને ખાનગીમાં ટીપીઓના ભ્રષ્ટ અધિકારીઓ ગેરકાયદે બાંધકામ ચાલુ રાખવાની પણ સૂચના આપી દે છે. 
આમ મહાનગર પાલિકાની ટીપીઓ શાખા પર્વયોજિત પ્લાન અને અમેરીકન ઢબે જે ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે તેની નોંધ લેવી ઘટે.
ટીપીઓ દ્વારા અનેક ગેરકાયદે બાંધકામ આચરનારાઓને ગેરકાયદે બાંધકામ દૂર કરવા સબબ 260-1 તથા 260-2 ની નોટિસો પણ આપી દીધાના અનેક કિસ્સાઓ પૈકી જે આસામીઓને આવી નોટિસો આપી છે તે કલ્યાણજી મંદિર પાસે, હવેલી પાસે, સુભાષ શાક માર્કેટ પાસે, ત્રણ બત્તી પાસે, હર્ષદમીલની ચાલી પાસે, બેડી ગેઇટ, યુવાપાર્ક-1 વગેરે સ્થળોએ ચાલતા સારા જાહેર અને બેરોકટોક બાંધકામ ને દૂર કરવાની આજદિન સુધી તસ્દી નહીં લઈ ટીપીઓ વિભાગ સુવ્યવસ્થિત રીતે કૌભાંડ આચરી રહ્યું છે અને આ બાબતે મનપાના અધિકારીઓ પાસે આવી ફરિયાદ પહોંચે તો આ ભ્રષ્ટ અધિકારીઓ જે આસામીની ફરિયાદ હોય તેમને 260-1 તથા 260-2 ની અંતિમ નોટિસ પાઠવી દીધાનું પણ મહાનગર પાલીકાના પદાધિકારીઓને જણાવવા આ ભ્રષ્ટ બાબુઓ મનપાના પદાધિકારીઓને પણ સરાજાહેર "મૂર્ખ" બનાવી રહ્યા છે અને શહેરમાં આવા સેંકડો બાંધકામ 260- તથા 260-2ની નોટિસો આપી દીધા છતાં આજ સરાજાહેર અને બેરોકટોક ઉભા છે તે મહાનગર પાલીકાના ટીપીઓ શાખાના ભ્રષ્ટ અધિકારીઓના ફળદ્રુપ ભેજાની રમત થી વિશેષ કશું નથી.