જામનગરના જામજોધપુર તાલુકાનો આલેચ વિસ્તાર એક સમયે પશુપાલકોના ચરિયાણ માટે સૌથી મોટો વિસ્તાર ગણાતો હતો. હવે અહીં વિન્ડફાર્મ પ્રોજેક્ટ આવતા મોટાભાગના વિસ્તારમાં પવનચક્કી લાગી ગઈ છે. ચરિયાણ વિસ્તાર પૂર્ણ થવાના આરે છે. કુદરતી સૌંદર્ય ધરાવતી આલેચની ટેકરીઓ પર પવનચક્કીના અવાજ ગુંજે છે.