કુલ મળી રૂ. 4.50 લાખનો મુદામાલ કબ્જે: ત્રણ શખ્સનોના નામ ખુલતા ફરાર જાહેર કરાયા: એલસીબી દ્વારા કાર્યવાહી
જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગર શહેરના જુદા-જુદા વિસ્તારમાંથી એલસીબી પોલીસે ઈંગ્લીશ દારૂની 499 બોટલ કિંમત રૂ. 1.99 લાખ ઉપરાંતની કિંમત તેમજ એક કાર કુલ મળી રૂ. 4.50 લાખનો મુદામાલ કબ્જે કરી ચાર આરોપીને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગત મુજબ જામનગરના રણજીતસાગર રોડ પરથી પુષ્કર ધામ સોસાયટીમાંથી આલાપ એવન્યુમાંથી ઈંગ્લીશ દારૂની 286 નંગ બોટલ કિંમત રૂપિયા 1,14,400ના મુદામાલ  સાથે રાજેશભાઈ ભાદાભાઈ ગમઢા તેમજ પિયુષ મુકુંદભાઈ ઉર્ફે કાકુ(રહે. સાધના કોલોની) નામના બંને શખ્સની ધરપકડ કરી પ્રોહી. એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જયારે રણજીત સાગર રોડ પરથી રીયલ હોટલ પાસેથી ઈંગ્લીશ દારૂની બોટલ 70 નંગ કિંમત રૂ. 28,000 તેમજ એક કાર નંબર જીજે 05 સીએમ 8001 સહિત રૂ. 2,78,000નો મુદામાલ કબ્જે કરી જયેશ વ્રજલાલ ભુવા (રહે. ખોડીયાર પાર્ક, જામનગર) નામના આરોપીને ઝડપી લઈ પ્રોહી. એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
અને જામનગરના ગાંધીનગર પુનિતનગર શેરી નંબર 2 માં રહેતો ગીરીરાજસિંહ ઉર્ફે ગીરીયો ઇન્દ્રસિંહ જાડેજાના રહેણાંક મકાનમાંથી ચોક્કસ બાતમીના આધારે પોલીસે રેડ કરી ઈંગ્લીશ દારૂની 143 બોટલ કિંમત રૂપિયા 57,200નો મુદામાલ કબ્જે કરી આરોપીને ઝડપી લઈ પ્રોહી. એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જયારે તપાસમાં પુછપરછ બાદ ત્રણેય દરોડામાં આરોપી યશપાલસિંહ ઉર્ફે ગડીયો, કરણસિંહ ગોહિલ અને હરદેવસિંહ જાડેજા  (રહે. તમામ મચ્છરનગર)નામના શખ્સોના નામ ખુલતા તેમને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે. 
આ કાર્યવાહી ઇન્ચાર્જ પીઆઈ કે.કે.ગોહિલ, પીએસઆઈ આર.બી.ગોજીયા તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપ તલવાડીયા, ફિરોજભાઈ દલ, ખીમાભાઈ ભોચીયા, અશ્વિનભાઈ ગંઢા, હિરેનભાઈ વરણવા, લાભુભાઈ ગઢવી, ભગીરથસિંહ સરવૈયા, નિર્મળસિંહ બી. જાડેજા, પ્રતાપભાઈ ખાચર, વનરાજભાઈ મકવાણા, અશોકભાઈ સોલંકી, મિતેશભાઈ પટેલ, નિર્મળસિંહ જાડેજા, અજયસિંહ ઝાલા, બળવંતસિંહ પરમાર, સુરેશભાઈ માલકીયા, લખમણભાઈ ભાટીયા, ભારતીબેન ડાંગર, એ.બી. જાડેજા, અને અરવીંદગીરી વિગેરે દ્વારા કરવામાં આવી હતી.