જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગર એલસીબીમાં ફરજ બજાવતા બે એએસઆઈ સહીત પાંચ પોલીસકર્મીઓની બદલીના આદેશો ગઈકાલે એસપી દ્વારા કરવામાં આવ્યા છે, જેમાં જયુભા ઝાલાને સીટી એ ડીવીઝનમાં, સંજયસિંહ વાળાને સીટી બી ડીવીઝન, બશીરભાઈ મલેક ને એસઓજી, હરદીપભાઇ ધાંધલ અને નાનજીભાઈ પટેલને સીટી સી ડીવીઝનમાં મુકવામાં આવ્યા છે.