• ભાણવડના ૭૩૦ નાગરિકોને સેવા સેતુ કાર્યક્રમનો લાભ મળ્યો હતો. 

જામનગર મોર્નિંગ - ખંભાળીયા તા.૭ : દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડ નગરપાલિકાનો સેવા સેતુ કાર્યક્રમ નગરપાલિકા કચેરીએ તા.૦૭/૧૨/૨૦૧૯ના રોજ યોજાયો હતો જેમાં ૭૩૦ જેટલી અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો.

ગુજરાત સરકાર દ્વારા સેવા સેતુ કાર્યક્રમ મારફત ગુજરાતના દરેક વિસ્તારના લોકોના સરકારી દસ્તાવેજી કામનો ઘર આંગણે જ અથવા તો પોતાના વિસ્તારમાં જ નિકાલ થઇ શકે તે મુજબ અમલવારી કરવામાં આવે છે. જે અંતર્ગત દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડ નગરપાલિકા કચેરીએ સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સેવા સેતુ કાર્યક્રમમાં ભાણવડના નાગરિકોએ ડાયાબિટીઝ અને બી.પી.ની ચકાસણી,આવકનું પ્રમાણપત્ર, માં વાત્સલ્ય કાર્ડ,અટલ પેન્સન યોજના,આધારકાર્ડ,જન્મ-મરણ પ્રમાણપત્ર ,પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના,રેશનકાર્ડની અરજીઓ,બેંક એકાઉન્ટ,પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના,જનધન યોજના અન્વયે બેંક એકાઉન્ટ જેવી વિવિધ પ્રકારની કુલ ૭૩૦ અરજીઓ આવેલ જે તમામ અરજીઓનો ત્યાં સ્થળ પર જ સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત જ નિકાલ કરવામાં આવ્યો હતો.