બોલેરો કાર સહિત રૂ. 5.28 લાખ ઉપરાંતનો મુદામાલ કબ્જે 

જામનગર મોર્નિંગ - જામનગર  
જામનગર જિલ્લાના નાની લાખાણી ગામ પાસેથી પંચકોશી એ ડિવિઝન પોલીસે બાતમીના આધારે 564 નંગ ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક શખ્સને ઝડપી લઈ રૂપિયા રૂપિયા 5,28,600 ના મુદામાલ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. 
મળતી વિગત મુજબ નાની લાખાણી ગામ પાસેથી પંચકોશી એ ડિવિઝન પોલીસે બાતમીના આધારે જીજે 18 એએક્સ 4263 નંબરની બોલેરો કારની તલાશી લેતા તેમાંથી ગેરકાયદેસર પાસ પરમીટ વગરનો જુદી-જુદી બ્રાન્ડનો ઈંગ્લીશ દારૂની બોટલ નંગ 564 કિંમત રૂપિયા 25,600, બે નંગ મોબાઈલ કિંમત રૂપિયા 3000 તેમજ એક બોલેરો કાર કિંમત રૂ. 3,00,000 કુલ મળી રૂપિયા 5,28,600નો મુદામાલ સાથે બનારસકાઠાંના તખતપુરા ગામનો બકાજી બાલાજી ઠાકોર (ઉ.વ.32) નામના શખ્સને ઝડપી લઈ પંચકોશી એ ડિવિઝન પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. 
આ કાર્યવાહી પ્રોબે. એ.એસ.પી. સફિન હસન, પી.એસ.આઈ. ડી.પી.ચુડાસમા તથા સ્ટાફના યશપાલસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા, મગનભાઈ ચન્દ્રપાલ, જીજ્ઞેશભાઈ કાનાણી, યોગેશભાઈ મકવાણા અને સંદીપભાઈ જરૂ વિગેરે દ્વારા કરવામાં આવી હતી.