જામનગર મોર્નિંગ - જામનગર 
ગાંધીનગરથી ગુમ થયેલ વિધાર્થીને જામનગર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સ્કોડએ શોધી કાઢી પરિવારને પરત સોંપી આપતા પરિવારજનોએ રાહનો શ્વાસ લીધો હતો.
ગાંધીનગરના કળી ખાતે આવેલ સીએમ હાઈસ્કૂલમાં અભિયાસ કેતો હેનીલ રજનીકાંત નામનો વિધાર્થી ધો 10 માં અભિયાસ કરતો હોય અને ગાંધીનગર વિવેકાનંદ સંસ્કાર તપોવન હોસ્ટેલ ખાતેથી જે.એમ. ચૌધરી હાઈસ્કૂલમાં ધો.10 સંસ્કૃતનું પેપર આપવા નીકળેલ પરંતુ પેપર આપવાના બદલે બારોબાર કોઈને જાણ કર્યા વગર જામનગર સુધી પહોંચી આવતા અને જામનગરના ગાંધીનગર રેલવે સ્ટેશને મળી આવતા પોલીસે તેના માતા-પિતાનો સંપર્ક કરી પરત સોંપી દેતા પરિવારે હાશકારો અનુભવેલ અને સાથે સાથે પોલીસની ટીમનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. 
આ કાર્યવાહી પીઆઈ કે.કે. ગોહિલ, પીએસઆઈ આર.બી.ગોજીયા તથા એલસીબી અને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સ્કોડના સંજયસિંહ વાળા, અજયસિંહ ઝાલા, મિતેશભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, હિરેન વરણવા, બળવંતસિંહ પરમાર, ભારતીબેન ડાંગર વિગેરે દ્વારા કરવામાં આવી હતી.