માટેલ પદયાત્રાળુઓના લાભાર્થે જામનગરમાં ભવ્ય ‘ડાક ડમ્મર’ કાર્યક્રમનું ભવ્ય આયોજન
જામનગર મોર્નિંગ - જામનગર 
દર વર્ષની જેમ આ વર્ષે પણ જામનગર થી માટેલ જવા માટે વિશાળ પદયાત્રી સંઘ રવાના થશે. આ પદયાત્રી સંઘ આગામી તા.29-3-2020ના રોજ બપોરે 2-00 કલાકે દેવુભાના ચોક ખાતેથી માટેલ જવા રવાના થશે. આ પદયાત્રી સંઘમાં જોડવા જામનગરની ધર્મપ્રેમી જનતાને આહવાન કરવામાં આવેલ છે.
માટેલ માના ધામ ખાતે પદયાત્રાએ જતા યાત્રાળુઓના લાભાર્થે આઇશ્રી ખોડીયારમાં જોગવડ ગ્રુપ દ્વારા ડાક ડમ્મરની રમઝટ ‘માનો આદેશ’ કાર્યક્રમનું પણ ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.
આ કાર્યક્રમ તા.25-3-2020ને બુધવારે રાત્રે 9 કલાકે, નાગનાથ ગેઇટ પાસે અંબાજીના ચોકમાં જામનગર ખાતે યોજવામાં આવશે. જેમાં રાજકોટના સુપ્રસિઘ્ધ કલાકાર ધર્મેશ રાવલ પોતાના ડાક ડમ્મર પ્રોગ્રામથી ભકત્તોને મોજ કરાવશે.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આઇશ્રી ખોડીયારમાં જોગવડ ગ્રુપના પ્રમુખ ભરતભાઇ ભટ્ટી (મો.નં.93276 02441) સહિતના હોદ્ેદારો, આગેવાનો અને કાર્યકર્તાઓ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.