રૂ. 33 હજારનો મુદામાલ કબ્જે કરાયો 
જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગરમાં મચ્છરનગર વિસ્તારમાં એક રહેણાંક મકાને સીટી બી પોલીસે દરોડો પાડી ઈંગ્લીશ દારૂની 66 બોટલ સાથે એક શખ્સની ધરપકડ કરી લોકપ હવાલે કર્યો હતો અને પ્રોહી એક્ટ હેઠળ ઝડપાયેલા શખ્સ સામે ગુનો દાખલ કરી કાર્યવાહી આરંભી હતી. 
મળતી વિગત મુજબ જામનગર શહેરમાં મચ્છરનગર વિસ્તારમાં આશાપુરા માતાજીના મંદિર પાછળ રહેતા ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ભાણો વાળા નામના શખ્સના રહેણાંક મકાને સીટી બી પોલીસે બાતમીના આધારે દરોડો પાડી ભારતીય બનાવટની જુદી-જુદી બ્રાન્ડની ઈંગ્લીશ દારૂની 66 બોટલ કબ્જે લઈ આ શખ્સની ધરપકડ કરી કુલ મળી રૂ. 33 હજારનો મુદામાલ જપ્ત કર્યો હતો અને ઝડપાયેલા શખ્સ સામે પ્રોહી એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 
આ કામગીરી સીટી બી ઇન્ચાર્જ પી.આઈ. સલીમ સાટી, પીએસઆઈ કે.વી. ચૌધરી અને સ્ટાફના રાજેશભાઈ વેગડ, રવિરાજસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, અમિતભાઈ ગઢવી, ધર્મેન્દ્રસિંહ જાડેજા અને યુવરાજસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.